GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયુ

કૃષિ યુનિવર્સિટીની ૮ વિદ્યાશાખાઓના કુલ ૧૯૫ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

કૃષિ યુનિવર્સિટીની ૮ વિદ્યાશાખાઓના કુલ ૧૯૫ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના યજમાનપદે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સભા ગૃહ ખાતે સફળતાપૂર્વક આયોજન કરાયુ હતુ. આ આંતરમહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાના વિવિધ ઇવેન્ટ જેમકે નાટક, મોનો એક્ટિંગ, માઈમ તેમજ લોક નૃત્યમા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આઠ વિદ્યાશાખાઓના કુલ ૧૯૫ જેટલા સ્પર્ધકોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સાંસ્કૃતિક સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડો. આર. એમ. સોલંકી, કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન ડો. એચ. ડી. રાંક, વિવિધ વિદ્યાશાખાના આચાર્યશ્રી અને ડીનઓ ડો. પી. ડી. કુમાવત, ડો. ડી. કે. વરૂ, નિર્ણાયકોની રમેશ મહેતા, ચંદ્રેશ ભટ્ટ, ડી. જે. દેવધરિયા, તૃપ્તિબેન પાઠક, નેહલબેન અવાસિયા તેમજ કૃષિ ઈજનેરી મહાવિદ્યાલયના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા વિગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ સાંસ્કૃતિક સ્પર્ધાના વિવિધ ઈવેન્ટ્સમાં બધીજ વિદ્યાશાખાના સ્પર્ધકોએ સ્પોર્ટ્સમેન સ્પિરીટથી ભાગ લઈ તેમનું કૌશલ્ય દર્શાવ્યુ હતુ. જેમાં નાટક અને લોક નૃત્યમાં કૃષિ મહાવિદ્યાલય – જૂનાગઢ પ્રથમ સ્થાને જયારે કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી કોલેજ – જૂનાગઢ દ્વિતીય સ્થાને રહેલ, જયારે માઈમમાં કૃષિ મહાવિદ્યાલય – જૂનાગઢ પ્રથમ સ્થાને જયારે બાગાયત કોલેજ – જૂનાગઢ દ્વિતીય સ્થાન મેળવ્યુ હતુ. એક પાત્રીય અભિનયમાં કૃષિ મહાવિદ્યાલય – જૂનાગઢ પ્રથમ સ્થાને જયારે દ્વિતીય અને તૃતીય સ્થાન કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી કોલેજ – જૂનાગઢ મેળવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરંભથી લઈ અંત સુધી સાંસ્કૃતિક કમિટીના કન્વીનર પ્રો. ગુણવંતસિહ ગોહિલ, ડો. બંસીબેન દેવાણી, ડો. સાગર કેલૈયા, ડો. ચંદનીબેન પોપલિયા, ડો. ચિરાગ માંથોલીયા, પ્રો. એમ. જે. ગોજીયા, ડો. એચ. વી. પરમાર, પ્રો. ગૌરાંગ ખરાડી તેમજ મિતેશ દવે વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!