GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદક મંડળીના ૪૦ હજાર સભ્યોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર પત્ર લખ્યા

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદક મંડળીના ૪૦ હજાર સભ્યોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર પત્ર લખ્યા

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદક મંડળીના અંદાજીત ૪૦ હજાર સભ્યોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારપત્ર લખ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકાર મંત્રાલય શરુ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી જી.એસ.ટી દરમાં ઘટાડા અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા તથા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા બદલ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ – ૨૦૨૫ અંતર્ગત પોસ્ટકાર્ડ કેમ્પેઇનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં આવેલ સહકારી સંસ્થાઓના સભાસદો મારફત પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યકત કરવા પોસ્ટકાર્ડ કેમ્પેઇન સહકારી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.સમગ્ર રાજયની સાથે આ કેમ્પેઈન જૂનાગઢ જિલ્લામાં પણ વેગવંતુ બન્યુ છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના સભાસદો, તેના કાર્યક્ષેત્રમાં કાર્યરત વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. તેમજ મજેવડી જૂથ સેવા સહકારી મંડળી,વડાલ જૂથ સેવા સહકારી મંડળી,રબારીકા જૂથ સેવા સહકારી મંડળી,દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો,કૃષિ ધિરાણ કરતી મંડળીના સભ્યો, ખેડૂતો એ GST ટેક્ષ ઘટાડા,ખેડૂતલક્ષી યોજનાઓ,તેમજ સ્વદેશી ચળવળ અંતર્ગત આત્મનિર્ભર ભારતના સ્વપ્ન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનવા પોસ્ટ કાર્ડ લખ્યા હતા. તેમજ આગામી દિવસમાં જૂનાગઢ જિલ્લામાંથી સાડા ૩ લાખ જેટલા આભાર પત્રો લખવામાં આવનાર છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!