
જુનાગઢ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી અનરાધાર વરસાદના પગલે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની મુલાકાત લીધી હતી.
જેમાં મેંદરડા સમઢીયાળાને જોડતા પૂલનુ નિરીક્ષણ કર્યું હતું અને મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે થયેલા ધોવાણ અંગેનો તાગ મેળવ્યો હતો સાથે વરસાદથી અસરગ્રસ્ત મેંદરડા તાલુકાના વિસ્તારોની મુલાકાત લીધી હતી.
કલેકટરએ પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓને ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી રાહત બચાવના પગલાં લેવા તેમજ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા સુચના આપી હતી
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







