BAYADGUJARAT

બાયડ ની નામચીન નવજીવન હોસ્પિટલના ડોક્ટર સહિત અન્ય 4 લોકો સામે નોધાઇ ફરિયાદ : માનસિક તેમજ શારીરિક ત્રાસ અને 14 લાખ રૂપિયા પરત ન આપતા નોંધાઈ ફરિયાદ 

ફરિયાદી પાસેથી 14 લાખ રૂપિયા લઈ પરત ન આપતા તેમજ માનસિક શારીરિક ત્રાસ સહિત અન્ય આરોપીઓ દ્વારા અભદ્રભાષા બોલી તેમજ ધમકી આપવા બાબતે બાયડ પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ નોધાઇ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

બાયડ ની નામચીન નવજીવન હોસ્પિટલના ડોક્ટર સહિત અન્ય 4 લોકો સામે નોધાઇ ફરિયાદ : માનસિક તેમજ શારીરિક ત્રાસ અને 14 લાખ રૂપિયા પરત ન આપતા નોંધાઈ ફરિયાદ

ફરિયાદી પાસેથી 14 લાખ રૂપિયા લઈ પરત ન આપતા તેમજ માનસિક શારીરિક ત્રાસ સહિત અન્ય આરોપીઓ દ્વારા અભદ્રભાષા બોલી તેમજ ધમકી આપવા બાબતે બાયડ પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ નોધાઇ ફરિયાદ

ફરિયાદ અનુસાર આજથી ચાર વર્ષ પહેલા ચોઇલા રોડ ઉપર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં ફરિયાદીએ મંગલમ લેબોરેટરી ની શરૂઆત કરેલી અને તે જ શ્રીજી કોમ્પ્લેક્સ માં નવજીવન હોસ્પિટલ આવેલી છે જેના મુખ્ય ડોક્ટર દુર્ગેશભાઈ જીતેન્દ્રભાઈ પટેલ હતા અને તે વખતે કોરોના કાર ચાલતો હતો જેથી ફરિયાદી કોરોના ના તપાસના સેમ્પલ કલેક્શન અલગ અલગ હોસ્પિટલમાંથી કરતી હતી તે વખતે ડોક્ટર દુર્ગેશભાઈ પટેલ ના ભાઈ પાર્થ જીતેન્દ્રભાઈ પટેલ ફરિયાદી પાસે આવેલ અને બંને વચ્ચે વાતચીત થતા વાતચીત અને ઓળખાણ થયેલ અને કહેલ કે અમારી નવજીવન હોસ્પિટલના કોરોના દર્દીના સેમ્પલ તથા બીજા જે પણ સેમ્પલ આવશે જે તમારે લેવાના તેવી વાત કરી હતી જેથી ફરિયાદી આ ડોક્ટર દુર્ગેશભાઈ પટેલ તથા તેમના ભાઈને ઓળખતી હતી અને ત્યારબાદ આ જ ડોક્ટર દુર્ગેશભાઈ પટેલના ભાઈ પાર્થભાઈ અમારા લેબમાં સેમ્પલ તપાસ સારુ અવારનવાર આવતા હતા અને તેઓએ લેબનું કામ પણ ગમતું હતું અને ત્યારબાદ આ દુર્ગેશભાઈ પટેલ તથા તેમના ભાઈ ફરિયાદી સાથે મુલાકાત લીધેલી અને કહેલથી અમો બાયડ મોડાસા રોડ ઉપર આવેલ દેવભૂમિ કોમ્પલેક્ષમાં અમારી નવજીવન હોસ્પિટલ ખોલવાના છે તેમાં તમારે લેબ નાખવી હોય તો અમારો પૂરેપૂરો સપોર્ટ મળશે તથા અમારા સિવાય બીજા હોસ્પિટલના પણ સેમ્પલ તમારા લેબમાં આવશે તેવી વ્યવસ્થા કરી આપીશું તેમ વાત કરી જેથી ફરિયાદીએ ઘરે પોતાના પતિને અને પરિવાર ને વાત કરેલ અને પરિવારને આ બાબતે વાત કરેલ હતી અને ફરિયાદી પરિવારના લોકો સહમત થતાં ફરિયાદીએ માર્ચ 2004 ડોક્ટર દુર્ગેશ ભાઇ પટેલ તથા તેમના ભાઈ બાયડ મોડાસા રોડ ઉપર આવેલ દેવભૂમિ કોમ્પલેક્ષ માં તેઓએ નવજીવન હોસ્પિટલ બનાવેલ અને દુર્ગેશભાઈ પટેલનાઓએ ફરિયાદીને જણાવેલ કે નવજીવન હોસ્પિટલમાં તમારે લેબોરેટરી ચાલુ કરવી હોય તો લેબોટરીના જરૂરી સાધન વસાવા પડશે અને તેઓએ ફરિયાદીને લેબ માટે સાધન માટેની યાદી આપેલ અને જણાવેલ આ લેબોરેટરીમાં જરૂર પડતા તમામ સાધનો વસાવી લો ત્યારબાદ તમે અમારી નવજીવન હોસ્પિટલમાં લેબોરેટરી ચાલુ કરી શકો છો તેમ જ તમારી લેબોટરી ચાલુ કરવા માટે 14 લાખ રૂપિયા ડિપોઝિટ મને જમા કરાવવા પડશે તેમ જ તમારી લેબ નું માસિક 15,000 ભાડું ચૂકવવું પડશે તેવી વાત ફરિયાદીની કરેલ જેથી ફરિયાદીને વિશ્વાસમાં આવીને 14 લાખની ડિપોઝિટ પેટે મૌખિક રીતે આપી અને લેબોરેટરી મશીન વસાવા સારું 9,3,500 લોન લઈ મશીનરી વસાવી ત્યારબાદ આ મંગલમ લેબોરેટરી કાર્યરત હતી ત્યારબાદ ડોક્ટર પાસે જે 14 લાખ ડિપોઝિટ પેટે આપેલા છે તે બાબતે ભાડા કરાર આપવી કરી આપવા બાબતે ફરિયાદીએ ડોક્ટરને જણાવેલ ત્યારબાદ ડોક્ટરે કહેલ કે થોડા સમય પછી કરી આપીશ પરંતુ સમય વીતવા છતાં ડોક્ટરે ભાડા કરાર કરી આપેલ ન હતો અને વિશ્વાસઘાત કરેલ હતો. અને વારંવાર દુર્ગેશભાઈ ના પિતા જીતેન્દ્રભાઈ તેમજ ભાઈ પાર્થભાઈ તેમજ દુર્ગેશભાઈની પત્ની વારંવાર ફરિયાદીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. ડોક્ટરની પત્નીએ પણ ફરિયાદીને કહેલ કે જો તું પ્રેગ્નન્સી રાખીશ તો તને લેબ માંથી બહાર કાઢી મુકીશું તેવી પણ ધમકી આપતા હતા. અને અવારનવાર ફરિયાદીને લેબ છોડવાની વાત કરતા હતા. 28 /6 /2024 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સમયે ડોક્ટર દુર્ગેશભાઈ જતા તેમના ભાઈ ફરિયાદીની લેબોરેટરીમાં આવેલા અને ફરિયાદી સાથે ભાગીદારી કરાર બાબતે અભદ્ર ભાષામાં વાત કરતા હતા અને તેમના ગયા બાદ ડોક્ટર દુર્ગેશભાઈ ના પત્ની તથા પાર્થ ભાઈના પત્ની તથા દુર્ગેશભાઈ ના પિતા જીતેન્દ્રભાઈ એ આવીને એ ત્રણેય ફરિયાદીને કહેલ કે આ લેબોલેટરી અમને ભાગીદારી કરાર કરી આપ તેવું કહેલ પરંતુ આ લેબોરેટરીમાં તેઓની કોઈ ભાગીદારી ના હોય અને તેની તમામ સાધન સામગ્રી ફરિયાદી દ્વારા ખરીદવામાં આવેલ હોય જેથી ફરિયાદી તેઓને ભાગીદારી કરાર કરી આપવાની ના પાડી ત્યારબાદ આ તમામ માણસો ફરિયાદી સાથે અભદ્ર ભાષામાં વાત કરી ફરિયાદીને જેમતેમ બોલવા લાગેલા અને લેબોરેટરી છોડી દેવા સારું દબાણ કરતા હતા અને તથા તેમના પત્ની કાજલબેન અવારનવાર ફરિયાદીના લેબમાં આવી લેબના કર્મચારીઓ સાથે તેમજ ફરિયાદી સાથે ખરાબ ભાષામાં વાત કરતા હતા તેમ જ ફરિયાદીને લેબોરેટરી છોડી દેવા ધમકી આપતા હતા આ દિવસે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર દુર્ગેશભાઈ ની વાત કરતા તેઓ પણ લેબોલેટરી છોડી દેવાનું કહેતા હતા અને માર્ચ 2024 થી આજદિન સુધી ફરિયાદીએ 15 હજાર લેબનું ભાડું ચૂકવેલ હોવા છતાં ફરિયાદીને ભાડા કરાર કરી આપેલ નથી અને આ દુર્ગેશભાઇ ડોક્ટર તેમજ ભાઈ પાર્થ ગમે ત્યારે લેબમાં આવીને લેબના ખરીદેલા સાધનોના બિલો ચકાસતા હતા તેમજ રોજના હિસાબો માગતા હતા અને આ દુર્ગેશભાઇ ના પિતા જીતેન્દ્રભાઈ અવારનવાર ફરિયાદી પાસે આવતા અને લેબના હિસાબો બાબતે અભદ્રભાષામાં બોલાચાલી કરતા હતા અને કહેતા હતા કે હોસ્પિટલનો માલિક હું છું મારી ઈચ્છા હશે તેમજ થશે તેવી ધમકીઓ આપતા હતા અને લેબ માંથી કાઢી મૂકીશ તેવી ધમકીઓ યાદી હતા ફરિયાદી વિરોધ કરતા ફરિયાદિ ને લેબોરેટરી માંથી કાઢી મૂકવાની ધમકીઓ આપતા હતા આમ ફરિયાદીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી 14 લાખ લીધેલ પરત ન આપતો તેમજ અન્ય આરોપી દ્વારા અભદ્રભાષા ઉપયોગ કરી ધમકીઓ આપતા અરવલ્લી જિલ્લાની અંદર બાયડમાં નામચીન ધરાવતા નવજીવન હોસ્પિટલના ડોક્ટર દુર્ગેશભાઈ, ભાઈ પાર્થભાઈ, પિતા જીતેન્દ્રભાઈ, પત્ની કિરાંગીબેન દુર્ગેશભાઈ,કાજલબેન પાર્થભાઈ સામે બાયડ પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા બાયડ પોલીસે તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!