GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરાઇ

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરાઇ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે,વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક ગામે ગામ રથ ફરી અને લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમયની સાથે આધુનિક ખેતીમાં જોડાવું એ આજના સમયની જરૂરિયાત છે.રાજ્ય સરકારે ખેતીના કાર્યોને સરળ અને અસરકારક બનાવવા માટે અને ખેડૂત કૃષિમાં વધુમાં વધુ યાંત્રિકીકરણ અપનાવે એ માટે ટ્રેક્ટર,વાવણી થી વેચાણ સુધીના ખેતી માટે આધુનિક ઓજારો વસાવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.સરકારે ટ્રેક્ટર ખરીદી માટેની સહાય અગાઉ ૪૫ હજાર થી ૬૦ હજાર હતી.જે વર્ષ ૨૦૨૫-૨૬ થી વધારીને રૂ.૧ લાખ કરવામાં કરવામાં આવી છે.તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતો અને તેમના વારસદારોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ખેડૂત અકસ્માત વીમા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ૫ થી ૭૦ વર્ષ સુધીના તમામ ખેડૂતોને અને તેમના વારસદારોને આવરી લઈ તમામનું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૨૦૨૫-૨૬માં કુલ રૂપિયા ૩૪ લાખની વીમા સહાય ચૂકવવામાં આવી છે તેમણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પણ અપીલ કરી હતી. તેમજ ખોરાકમાં મીલેટ્સનો સમાવેશ કરવા પણ જણાવ્યું હતું.આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી થાય તેમજ સમૃદ્ધ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે.ખાસ કરીને ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે એ માટે યાંત્રિકીકરણમાં પણ સરકારે સહાય વધારી છે.સરકારે સારું બિયારણ, સિંચાઈ ,યાંત્રિકીરણ માટે પ્રયત્નશીલ છે.તેમણે ઉમેર્યું હતું કે સરકારશ્રીના પ્રયાસોથી મગફળી, ફળો, શાકભાજી, કપાસના ઉત્પાદનમાં વધારો થયો છે. કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી થકી ખેડૂતો રાજ્ય સરકારની સહાય, માર્ગદર્શન મેળવી સમુદ્ધ બને એ રાજ્ય સરકારનો આશય છે.અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ માં ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના જુદા જુદા તાલુકાઓના કુલ ૩૬૯૬ લાભાર્થીઓને રૂ.૧૬,૨૬,૬૮,૩૫૨ ની સહાય આપવામાં આવી હતી.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, કૃષિ,બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પ્રતીકરૂપે સહાય,ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.આભાર વિધિ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ડી.જી.રાઠોડ એ કરી હતી.કાર્યક્રમના આરંભે જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. ડી આર.મહેતાએ કૃષિ વૈજ્ઞાનિક વક્તવ્ય આપ્યું હતું.આ તકે ગોધરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૈા કોઈ એ નિહાળ્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઢોલરિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ,પ્રાંત અધિકારીશ્રી હિરવાણીયા,કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી.ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી જાદવ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!