GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. સોમપુરા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી બી.ડી.ભાડ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે, સ્વનિર્ભર બંને તેમજ નેતૃત્વ કરી દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે મહિલાઓને આહવાન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાબેન સોમપુરા દ્વારા મહિલાઓના નેતૃત્વના ગુણોને ઉજાગર કરવા મહિલાઓ જાતે જ મનોમંથન કરી આગળ વધે તે માટે મહિલાઓને દ્રષ્ટાંત સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગૌશાળા, ગાય આધારિત, ખેતી, શિક્ષણ, સંગીત ક્ષેત્રે આગવું નેતૃત્વ ધરાવતી મહિલાઓ અને કિશોરીઓનું સન્માન સાથે સાફલ્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!