હાલોલ- વિસ્તારમાં આવેલા કેટલીક દુકાનોના ગેરકાયદેસર ઓટલા પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૫.૨૦૨૫
હાલોલ નગરના મેન બજારમાં ચાલી રહેલા રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હાલો નગર પાલિકા દ્વારા દૂર કરાયા હતા.હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાને લઇ ખોદવામાં આવેલ રોડ રસ્તાને લઇ નગરના તમામ રોડ રસ્તા ખરાબ થઇ ગયા હતા.જેથી દરેક વિસ્તારમાં તબક્કાવાર નવા રોડ રસ્તા બનાવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત હાલોલ મેન બજારમાં હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે.જેથી આ વિસ્તારના કેટલાક દુકાનદારોએ દુકાન ની આગળ નિકો ઉપર ઓટલાઓ અને પગથિયાં બનાવી ગેરકાયદેસર દબાણ કર્યા હતા.જેને કારણે બજારના રસ્તા સાંકડા થઈ ગયા હતા.જેને કારણે કેટલીક ફરિયાદો ઉપાડી હતી જેથી તે દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવ્યું હતું.છતાં પણ કેટલાક દુકાનદારોએ તે દબાણો દૂર ન કરતા આજે હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર પાલીકા ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે હાલ બની રહેલા નવા રોડ ને અડચણ રૂપ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.જોકે આ સમયે દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો.









