
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા. ૨૯ ડિસેમ્બર : ભુજના વાલદાસનગર ખાતે પ્રગતિ મંડળ તેમજ યુવક મંડળના સહયોગથી અને શ્રી રાધે – રાધે મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન આગામી તા. ૫/૧/૨૦૨૬ થી તા. ૧૧/૧/૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે. વાલદાસનગર ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાનાર આ ભાગવત સપ્તાહમાં વક્તા શ્રધ્ધાળુ અને ભાવુક કથાકાર પ.પૂ. શ્રી કિરણભાઈ હેમરાજ જોશી (લાલા મારાજ) કુકમાવાળા સંગીતમય શૈલીમાં દરરોજ બપોરે ૩:૦૦ થી ૬:૩૦ દરમ્યાન ભક્તો અને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન વામન પ્રાગટય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજન , રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. કથા પૂર્ણાહુતિ બાદ ૧૨ જાન્યુઆરીના નારાયણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વાલદાસનગર પ્રગતિ મંડળના પ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રાધે – રાધે મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ક્રિષ્નાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ સૌ નગરજનો દ્વારા આયોજનને આખરી ઓપ અપાયો છે, તો મહિલા મંડળની સર્વે બહેનો પણ આ દિવ્ય આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. સ્થાનિક લોકો તરફથી આર્થિક સહયોગ સાથે સહકાર સાંપડ્યો છે. આયોજકો તરફથી સૌ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



