JUNAGADHVISAVADAR

વિસાવદરના ચાપરડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત

ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો : કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભ અપાયા હાથો હાથ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિસાવદર તાલુકાના ચાપરડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયના લાભ રજૂ કર્યા હતા. તેમજ મહાનુભાવોના વરદહસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના  સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા શાળાનાં છાત્રો દ્વારા સાંસ્કૃતિક કૃતિ દ્વારા પર્યાવરણને બચાવવાનો સંદેશ આપતો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતનાં સભ્ય વિપુલભાઇ કાવાણી, પુર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ છેવાડાનાં અંત્યોદય પરિવારોનાં આર્થિક અને ઉન્નમુલન માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યાત્રાની સાથે વર્ષ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર લાભો તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ચાપરડા બ્રહ્માનંદ શૈક્ષણિક ધામનાં સંતશ્રી મુક્તાનંદજી બાપુએ યાત્રાને આવકારી કલ્યાણકારી યોજનાઓથી જે લાભર્થી હજુ પણ બાકી છે તેમને લાભ મેળવી જીવનધોરણ પ્રગતિમય બને તે દિશામાં વડાપ્રધાનની નેમને સાર્થક કરવા આહવાન કર્યુ હતુ, અને જણાવ્યુ હતુ કે આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, મેઈડ ઈન ઈન્ડીયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા, સ્ટેન્ડ અપ ઈન્ડીયા જેવા અનેક અભિયાન થકી આપણો દેશ આજે નિકાસના ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે
કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયતનાં તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતિ રેખાબેન સોમાતભાઇ સરસીયા, અગ્રણી હરીભાઇ રીબડીયા, નરેન્દ્રભાઇ કોટીલા, તાલુકાપંચાયતનાં ઉપપ્રમુખ ભરતભાઇ કોટડીયા, અગ્રણી પરશોત્તમભાઇ પદમાણી, તાલુકા પંચાયત સભ્ય જયરાજ વીકમા, ન્યાય સમિતીનાં સભ્ય વાઘજીભાઇ ખંભાળીયા ગામનાં અગ્રણી ભુપતભાઇ સહિત ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સૌ સંકલ્પબદ્ધ થયાં હતાં. આ પ્રસંગે અગ્રણીઓ, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રથના માધ્યમથી  ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનોને સન્માનીત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ સહિત અન્ય યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. સરસીયા ગ્રામ જલ જીવન મિશન લાભો સહિતના કામોની સિદ્ધિઓ માટે સરપંચને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!