JUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાના બરડીયા (ગીર) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા આવકાર

વિસાવદર તાલુકાના બરડીયા (ગીર) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા આવકાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં બરડીયા(ગીર) ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ  વિવિધ યોજનાના  લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય ચિકીત્સા શિબીરનો ગ્રામજનોએ  લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
ગામનાં સરપંચ પ્રવિણભાઇ બાવકુભાઇ સાવલીયાએ વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા દ્વારા લોકજાગૃતિનાં આયામો સમજાવ્યા અને કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર બની તેના લાભો મેળવવા અંત્યોદય પરીવાર સુધી આ લાભ પહોંચે તેની ગ્રામજનોને હિમાયત કરી હતી.તાલુકા પંચાયતનાં સદસ્યા સુશ્રી રમાબેન હરસુખભાઇ સાવલીયાએ ભારત સરકારશ્રીની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓની વિયતો આપી હતી. બરડીયા ગ્રામપંચાયતનાં ઉપસરપંચ જયસુખભાઇ લક્ષ્મણભાઇ રાદડીયાએ ત્યારે યોજનાનાં લાભોથી ગામનાં પ્રત્યેક ગ્રામજન મળવાપાત્ર લાભ મેળવી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા સહયોગી બની રહે તેમ જણાવી વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે તેમ ઉમેર્યુ હતુ.   .
આ પ્રસંગે અગ્રણી પ્રવિણભાઇ કાળુભાઇ મકવાણા, ગ્રામપંચાયતનાં સદસ્ય પંકજભાઇ સાવલિયા,વિનયમંદિર માધ્યમિક શાળાનાં ચેરમેન કરમણભાઇ વઘાસિયા, સહિત ઉપસ્થિત અગ્રણીઓનાં હસ્તે
ગ્રામપંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન કામ તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તથા સ્થાનિક ગ્રામ રમતગમત ક્ષેત્રે પ્રતિભાવંત વ્યક્તિઓ, કલાકસબી વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ખાસ ડ્રોન પ્રદર્શન, સોઈલ હેલ્ડ કાર્ડ અંગે તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વાસ્મો યુનિટનાં નાયબ મેનેજર શૈલેષ પંડીત સહિત ગ્રામપંચાયતનાં હોદેદારઓ, અધિકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!