JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

વરસાદના પગલે જૂનાગઢ આસપાસના ૯ ગ્રામ્ય રસ્તાઓ અને અન્ય માર્ગ પ્રભાવિત

કેટલાક રસ્તા પર પાણી વહેતા હોવાથી લોકોને સાવચેત કરાયા

જૂનાગઢ તા.૧  જૂનાગઢ જિલ્લામાં ગઈ રાત્રીથી સતત વરસાદને પગલે કેટલાક રસ્તાઓ પ્રભાવિત થયા છે. જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને અવર-જવર ન કરવા ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને હેડ કવાટર પર હાજર રહેવા, ગ્રામ્ય સ્તરે પણ કામગીરી કરવા સુચના આપી છે. જૂનાગઢ આસપાસના માર્ગ મકાન સ્ટેટ અને પંચાયત વિભાગના કેટલાક રસ્તાઓ આજે પ્રભાવિત થયા હતા અને જે અંગે અધિકારીઓએ વિઝીટ પણ કરી હતી. જે રસ્તા ઉપર કોઝવે આસપાસ પાણી વહી રહ્યું છે તે રસ્તાઓમાં અગતરાય આખા ટીકર માણાવદર રોડ, નરેડી બોડકા પી૫લાણા સારંગપી૫ળી રોડ, પાજોદ-લીંબુડા-ઇન્દ્રા-ભિંડોરા રોડ, માંડોદરા-કોયલાણા-કોઠડી રોડ, જૂનાગઢ ધંધુસર રવની છત્રાસા રોડ, વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ, બગસરા બાલાગામ રોડ, મંગલપુર જોનપુર બામણાસા રોડ અને પાનખર શીલોદર રોડ નો સમાવેશ થાય છે. જેના વૈકલ્પિક રસ્તાની પણ ગ્રામજનોને જાણ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!