GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વઘાસીયાની પ્રાથમિક શાળા ની બાળાઓ માં-ઉમા નવરાત્રી મહોત્સવના આંગણે…

વઘાસીયાની પ્રાથમિક શાળા ની બાળાઓ માં-ઉમા નવરાત્રી મહોત્સવના આંગણે…


ગત ત્રીજા નોરતે તા. ૧૭ ના રોજ “ભાઇ ભાઇ નવરાત્રી ગૃ૫”નવસારીના સભ્યો દ્વારા આયોજિત માં-ઉમા નવરાત્રી મહોત્સવમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓને ગરબા રમવા માટે અમૃતભાઇ શેરસીયા, ચંદુભાઇ કાસુન્દ્રા, જેન્તીભાઇ બોપલીયા, હરેશભાઇ બોપલીયા, ચેતનભાઇ સરસાવડીયા, નિકુંજભાઇ વડાલીયા દ્વારા આમંત્રણ આપવામાં આવેલુ.
જેને વઘાસીયાના શિક્ષકોએ સહર્ષ સ્વીકારી આ બાળાઓને ઉકત માં-ઉમા નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા લઇ ગયા હતા. જેમાં વઘાસીયાની બાળાઓ મન મૂકીને ગરબે રમી હતી.. આ દરમિયાન ગરબા રમવા આવેલા અન્ય ખૈલૈયાઓ ૫ણ આ અનોખા એવા નાની વયના ગૃપને આશ્ચર્યથી જોઇ રહયા હતા. સરકારી શાળાની આ બાળાઓ જુદી જુદી ગરબાની શૈલીઓ સાથે ગરબાઓ રમી રહી હતી. આ બઘુ જોઇને અન્ય ખૈલૈયાઓ અને મહોત્સવના આયોજકો ૫ણ તેમના વિડિયો અને ફોટાઓ લઇ રહયા હતા.


અન્ય ખેલૈયાઓ સાથે જાણે હરીફાઇ હોય તેમ આ બાળાઓએ કાર્યક્રમના અંત સુઘી ઉમંગ સાથે ગરબા રમી માતાજીની આરાઘના કરી હતી. આટલી નાની નાની બાળાઓની આ ઉર્જા જોઇ માં-ઉમા નવરાત્રીના આયોજકોએ નોંઘ લઇ ગરબાના અંતે તમામ બાળાઓને સ્ટેજ પર બોલવી અભિવાદન કર્યુ હતું. તમામ ગાયકો અને ડ્રમના સંજીદાઓ, આયોજકોએ બાળાઓની સાથે ફોટો સેશન કરી બાળાઓના ઉત્સાહમાં વઘારો કર્યો હતો.
અંતમાં આયોજકોએ તમામ બાળાઓ તેમજ શિક્ષક ૫રીવારને આઇસ્ક્રીમ અને નાસ્તો ૫ણ કરાવ્યો અને આનંદભેર વિદાચ આપી હતી. આયોજક એવા ચંદુભાઇ કાસુન્દ્રાએ સ્ટેજ પરથી કહયુ હતુ કે, સરકારી શાળાના બાળકોને લઇને આવવું તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવી અને તેમને શહેરના આઘુનિક ગરબા મહોત્સવમાં ભાગ લેવડાવવો. આ બહુ અઘરુ કામ છે. ૫ણ છતાંયે વઘાસીયા શિક્ષકોએ કરેલ આ વિશિષ્ટ કાર્ય માટે શિક્ષકોને સ્ટેજ પર બોલાવી તાલીઓ સાથે બિરદાવ્યા હતા. અંતમાં શિક્ષક એવા નરેશભાઇ જગોદણા તથા અલ્પેશભાઇ દેશાણીએ આ તમામ અભિવાદન માટે અને સરકારી શાળાની બાળાઓને આ વિશેષ લાભ આપવા માટે ભાઇ-ભાઇ ગૃપ નવસારીનો આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!