શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા રૂ.૬૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ
શહેરના વેપારીઓએ તેઓની દુકાન,શોપિંગમોલમાં ડસ્ટબીનનો ઉપયોગ કરવો તેમજ મહાનગર પાલિકા,જુનાગઢના ડોર ટુ ડોર વાહનમાં ઠાલવવા તાકીદ

જુનાગઢ મહાનગર પાલિકા દ્રારા સ્વછતા ઝુંબેશ અંતર્ગત આગામી દિવસોમાં જુનાગઢ શહૅરના દરેક વિસ્તારમાં રહૅલા શૉપિંગ સેન્ટર મા સ્વછતાનુ ચૅકિંગ હાથ ધરવામાં આવશે.દરેક શૉપિંગ સેન્ટરમાં ટોયલેટ ચૅકિગ કરવામાં આવશૅ અનૅ ઉપરાંત સીડીના ખાચા,પેસેટમા પાનની પિચકારીઑ હશૅ અનૅ તૅના થર હશે તો સફાઇની નૉટિસ આપવામાં આવશે અનૅ છતા પણ સફાઇ નહી થાય તો આખી મારકૅટ સીલ કરવામાં આવશે.વેપાર કરતા દરેક દુકાનદાર લારી ગલ્લાના વેપારીઓએ સ્વચ્છતાના ભાગ રૂપે ડસ્ટબીન રાખી કચરો મહાનગર પાલિકા,જુનાગઢના કલેક્શન વાહનમાં જ ઠાલવવાનો રહેશે અન્યથા દંડ ભરવો પડશે જેની દરેક એ નોંધ લેવા મહાનગર પાલિકા,જુનાગઢના માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા જણાવેલ છે,જેની શરૂઆત ગઈ કાલે રાત્રે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના હુકમ ડે.કમિશનરશ્રી ડી.જે.જાડેજાની સૂચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી.ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનીટેશન સુપરવાઈઝર અને વોર્ડ.એસ.આઈશ્રીઓ દ્વારા જૂનાગઢ શહેરના એમ.જી રોડ, માંગનાથ રોડ,માલીવાડા રોડ વગેરે એરિયામાં સફાઈ લક્ષી ચેકીંગ હાથ ધરવામાં આવેલ,જેમાં દુકાનદારોએ રોડ ઉપર કચરો નાખેલ હોય તેને તાકીદ કરવામાં આવેલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા આશરે ૨ કિલો જપ્ત કરી કુલ રૂ.૬૦૦૦/- ( છ હજાર)નો દંડ ફટકારવામાં આવેલ.






