ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસ’ ની થીમ સાથે ઉજવણી કરાઇ,

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસ’ ની થીમ સાથે ઉજવણી કરાઇ,
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪, સાપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની થીમ સાથે ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જે.બી.પરમારે જણાવ્યુ હતુ કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાની મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય, જિલ્લાની મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબન અને ઉત્સાહભેર જીવન જીવે તે માટે તા. ૧ થી ૮ ઓગસ્ટ-૨૦૨૪ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો- બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની તબક્કાવાર ઉજવણી કરવામા આવનાર છે.
આ ઉજવણીનો મુખ્ય આશય મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને પ્રેરિત કરવાનો છે. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે શરૂ કરેલી ૧૮૧ અભિયમ હેલ્પ લાઈન પ્રોજેક્ટ તથા માતા અને દીકરીઓ ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ ચિંતિત રહી નારી ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ નર્મદા જિલ્લાની આદિજાતિ બહેનો-દીકરીઓને મળે તેમજ નારી શક્તિને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વહિવટી તંત્રએ હંમેશા પરિણામલક્ષી પ્રયાસો કરવામા આવી રહ્યા છે.
નારી વંદન ઉત્સવની ઉજવણીમાં પોલીસ વિભાગ, આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ., રોજગાર, ઉદ્યોગ, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગે પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને પોતાના વિભાગો દ્વારા થતી કામગીરી અને સરકાર દ્વારા મહિલાઓને મળતા લાભો અંગે માહિતી આપવામા આવી હતી.




