હાલોલ – નવાકુવા ગામના ૧૯ વર્ષીય યુવાનનો મૃતદેહ બામણકુવા અને કાક્લપુર ગામ વચ્ચે નાળાની બાજુમાં કરપીણ હત્યા કરેલી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૬.૨૦૨૪
હાલોલ તાલુકાના નવાકુવા ગામ ના ૧૯ વર્ષીય યુવાન નો મૃતદેહ બામણ કુવા અને કાક્લપુર ગામ વચ્ચે નાળાની બાજુમાં કરપીણ હત્યા કરેલી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પાવાગઢ પોલીસે હત્યા નો ભોગ બનેલ યુવાન ના ભાઈએ આપેલી ફરિયાદ ના આધારે પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના નવાકુવા ગામે કબીર ફળિયામાં રહેતો કીર્તન વિષ્ણુભાઈ બારીયા ઉ.વ.૧૯ ના ઓ ગત મોડી રાત્રીના આશરે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોતાની બાઈક લઇ ઘરે થી કોઈ ને કહ્યા વગર જતો રહ્યો હતો સવારે ઘરે નહિ હોવાથી તેના પરીવારજણો શોધતા હતા.જયારે બીજી તરફ હાલોલ તાલુકા ના પાવાગઢ તળેટી માં આવેલ બામણકુવા ગામ અને કાકાલપુર ગામ ની વચ્ચે એક નાળા ની બાજુમાં એક યુવાન ની હત્યા કરેલી હાલત માં મૃતદેહ અને નજીક માં તેની બાઈક પડેલી હોવાની જાણ પાવાગઢ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ ની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધરતા હાલોલ તાલુકાના નવાકુવા ગામે કબીર ફળિયામાં રહેતો કીર્તન વિષ્ણુભાઈ બારીયા હોવાનું બહાર આવતા કીર્તન બારીયાના ભાઈ સહીત તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કીર્તન ને કોઈ અજાણયા ઈસમે હથીયાર થી માથાના તેમજ બરડામાં અને પગના ભાગે માર મારી હત્યા કરી આ જગ્યાએ ફેંકી ગયા હોવાનું પ્રાથમીક દ્રષ્ટિએ જણાઈ આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી કીર્તન ના મૃતદેહને હાલોલ ની રેફરલ હોસ્પીટલ ખાતે પેનલ ડોકટરો દ્વારા પી.એમ કરવા મોકલી આપ્યો છે.લોકમુખે ચર્ચાઈ રહ્યા મુજબ કીર્તન ગત રાત્રીના ૯થી ૧૦ વાગ્યાના સમય ગાળા દરમ્યાન મોબાઈલ પર કોઈ ની સાથે જગડતો હોય તેવી વાતો કરતો હતો અને મોડી રાત્રે ઘરે કોઈ ને પણ કહ્યા વગર જતો રહ્યો હતો.જેથી આ કીર્તન કોની સાથે સેના માટે કયા કારણોસર ઝગડો થયો હશે અને તેની કોને કઈ જગ્યા એ કરપીણ હત્યા કરી આ જગ્યાએ ફેંકી ગયો હશે તેવી અટકળો ચાલી રહી છે. ઉપરાંત કીર્તન ના શરીર પર ડામ દીધા હોય તેવા પણ નિશાન દેખવા જોવા મડ્યા હતા.જોકે આ બધાજ પ્રશ્નો નો ઉકેલ પીએમ રીપોર્ટ અને પોલીસ તપાસ માં બહાર આવી શકે તેમ છે.