એક દોડ આઝાદીની’ અને ધ્વજવંદન કાર્યક્રમનું જૂનાગઢમાં આયોજન
સ્વતંત્ર ભારત, સ્વસ્થ ભારતના સંદેશ સાથે 15 ઓગસ્ટે ભવ્ય કાર્યક્રમ

સ્વતંત્ર ભારત, સ્વસ્થ ભારતના સંદેશ સાથે 15 ઓગસ્ટે ભવ્ય કાર્યક્રમ
વાત્સલ્યામ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે, આગામી 15 ઓગસ્ટ, 2025, શુક્રવારના રોજ જૂનાગઢમાં “સ્વતંત્ર ભારત, સ્વસ્થ ભારત”ના થીમ સાથે ‘એક દોડ આઝાદીની’ અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે સવારે 7:30 વાગ્યે ભવનાથ રોડ, જૂનાગઢ ખાતે આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ (મંદિર)થી 5 કિ.મી.ની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. દોડ બાદ ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ નિ:શુલ્ક આયોજનમાં દરેક ભારતીયને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
આયોજનમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકો તા. 10 ઓગસ્ટ, 2025 સુધીમાં લોટસ સ્પોર્ટ્સ શોપ, રાજીવ ગાંધી પાર્કની સામે, ભવનાથ રોડ અથવા પુષ્કર ઓફસેટ, કનેરિયા શોપિંગ સેન્ટર, મોતીબાગ રોડ, જૂનાગઢ ખાતે સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા દરમિયાન નોંધણી કરાવી શકે છે. વૈકલ્પિક નોંધણી સુવિધા માટે આયોજકોના નંબરો પર સંપર્ક કરી શકાય છે, નિતિન સોલંકી 96872 97962, મહેન્દ્ર ગોસાઈ 99095 03720, ફોરમકુમાર ચૌહાણ 91065 61007
લોટસ સ્પોર્ટ્સ એકેડેમી અને શ્રી ગાયત્રી શક્તિપીઠ દ્વારા આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રભક્તિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક નાગરિકને આ ઉત્સવમાં જોડાઈને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી.



