શારદાદેવી પ્રાથમિક શાળા ખડિયા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

જૂનાગઢ તા. ૨૬ શાળા પ્રવેશ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં શિક્ષણના ડ્રોપ આઉટનો રેશિયો શૂન્ય કરી દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે તેની સાથે સાથે કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મૂકવાનો છે. શારદાદેવી પ્રાથમિક શાળા ખડિયા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
આ શાળા પ્રવેશ મહોત્સવમાં પ્રાથમિક શાળામાં બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા બાળકો તેમજ ધોરણ ૯ થી ૧૨ ની શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવતા બાળકોને આવકારવા માટેનો આ ખૂબ જ સુંદર પ્રયાસ છે.
શાળા પ્રવેશોત્સવમાં હાઈસ્કૂલને પણ આવરી લેવાનું મુખ્ય કારણ ધોરણ આઠ પૂર્ણ કરીને અમુક બાળકો ધોરણ નવ માં પ્રવેશ મેળવતા નથી અને પોતાનું આગળનું શિક્ષણ કાર્ય અટકાવી દે છે જેને કારણે ધોરણ આઠ પૂર્ણ કરી દરેક વિદ્યાર્થીઓ ધોરણ નવ માં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે આ શાળા પ્રવેશ મહોત્સવ ખૂબ જ અગત્યનો છે.
શાળા પ્રવેશ મહોત્સવમાં એક મહત્વનું પાસું એ પણ ઉમરવામાં આવ્યું છે કે શાળાને આર્થિક કે શારીરિક રીતે મદદરૂપ કરનાર દાતાને પણ સારા પરિવાર દ્વારા આ પ્રવેશોત્સવ દરમિયાન સન્માનિત કરવામાં આવે જેથી શાળા સાથે જોડાયેલા લોકોને પણ પ્રોત્સાહિત કરી શકાય.
જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ખડિયા મુકામે શારદા દેવી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે ડેપ્યું. સેક્રેટરી ફાઇનાન્સ વિભાગ ગાંધીનગરના અધિકારી ડો.એન.વી.જોષીએ ખડીયા કન્યા પ્રાથમિક શાળા, ખોડીયાર નગર પ્રાથમિક શાળા તેમજ ખડીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યા હતા.





