
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને સામાન્ય સભા 2 કલાક જેટલી ચાલી હતી
સામાન્ય સભા મા કોંગ્રેસ ના સભ્યો દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવવા મા આવી હતી સાથે સાથે સાશક પક્ષ ના સભ્યો એ પણ પ્રશ્નો કરી વહેતી ગંગા મા હાથ ધોયા હતા તેના કારણે સભા મા સભ્યો દંગ રહી ગયા હતા સાશક પક્ષ ના સભ્યો દ્વારા કોન્ટ્રાક્ટર ની ગેર વર્તણૂંક બાબતે પ્રશ્નો કર્યા હતા.
વિપક્ષ ના સભ્યો રાજેશભાઈ, સુભાષભાઈ, વિભાબેન અને નીલમબેન દ્વારા આવાસો અને મનરેગા ના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા ખાસ કરીને ભૈરવી ગામના ગામની પ્રાથમિક શાળા ના બાંધકામ મા વિલંબ, નારણપોર ગામની ગ્રામ પંચાયત ઘર ની નબળી ગુણવત્તા વાળું બાંધકામ અને સ્લેબ મા દેખાતા સળિયા વાળું નબળું બાંધકામ અંગે તેમજ ખેરગામ તાલુકા ના આંગણવાડી આરો પ્લાન્ટ અને આંગણવાડી ના મકાન બાંધકામ ના વિલંબ અંગે શાશક પક્ષ ને ઘેર્યા હતા
એ ઉપરાંત બહેજ ગામના આદિમજૂથ ના રસ્તો ખોદી નાખ્યા અંગે પણ પ્રશ્નો ઉઠાવી ન્યાય ની માંગણી કરવામાં આવી હતી મનરેગા યોજનામાં કામ કરતા કામદારની ઘણા સમયથી મજૂરી નાણાં ચુકવવામાં આવ્યા નથી આ સામાન્ય સભા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ની અધ્યક્ષતા મા રાખવામાં આવી હતી.



