શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

17 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ,માલણખાતેતા.13/12/2024 ને શુક્રવારના રોજ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર, જયભારતી ફાઉન્ડેશન સુરત અને લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત ઉર્જા મિત્ર – હોમ વાન પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ શ્રી જી. એન.કાકડીયાનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. જેમાં જયભારતી ફાઉન્ડેશન સુરતના પ્રોગ્રામ ઓફિસરશ્રી જી.એન.કાકડિયા સાહેબે બાળકોને ઉર્જા વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે ઉર્જાના રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે, પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિશે, તેના સ્ત્રોતો અંદાજીત કેટલા વર્ષ ચાલશે તે વિશે અને વીજ ઉત્પાદનમાં વપરાતા સ્ત્રોત પૈકી અડધો હિસ્સો કોલસાનો હોય છે તેના વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ ઉપરાંત તેમને બાળકોને વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેની બચત શા માટે કરવી જોઈએ અને કેવી રીતે બચત કરી શકાય તે વિશે પણ સમજાવ્યું. ઉર્જાના કટોકટીના વિકલ્પ તરીકે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશે પણ સમજાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે સોલાર એનર્જી એ આપણા સૌના માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જેમાં સૂર્ય કૂકર, સંકેન્દ્રીત સૂર્ય કૂકર, કોમ્યુનિટી કૂકર, સોલાર સ્ટીમ કૂકિંગ સિસ્ટમ , સોલાર વોટર હિટર, ઉધોગોમાં વપરાતા સોલાર વોટર હિટિંગ સિસ્ટમ, સોલાર સેલ, સોલાર વિદ્યુત સિસ્ટમ, સોલાર રૂફ ટોપ અને સોલાર વોટર પમ્પ વિશે પ્રોજેકટર દ્વારા વિશેષ સમજૂતી આપી હતી. જ્યારે બાયોમાસ, પવન ઉર્જા, ભુતાપિય ઉર્જા, સમુદ્ર ઉર્જા વગેરે વિશે બાળકોને ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. જ્યારે તેમની ઉર્જા હોમવાનમાં લાવેલ પ્રદર્શન પણ બાળકોને બતાવીને તેની સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ભરતભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




