GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:પિયરમાં આવેલી પરણીતાને પિયરીયા દ્વારા ઘરમાં પૂરી મારપીટ કરી અને સાસરે મોકલવાની બળજબરી કરતા હાલોલ 181અભયમ્ ટીમ મદદે પહોંચી.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૫.૧.૨૦૨૪

હાલોલ નગરના એક વિસ્તરમાંથી થર્ડ પાર્ટી દ્વારા 181 અભયમ્ હેલ્પલાઈનમા કૉલ કરી જણાવેલ કે મહિલાને પિયરીયા વાળા રાખતા નથી ખુબ જ મારપીટ કરી સાસરીયામાં મોકલે છે.તેમને જવું નથી અને તે લોકો મોકલવા માટે જબરજસ્તી કરે છે.જેથી તેમની મદદ ની જરૂર છે તેમ.તેથી 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી.181અભયમ ટીમ તેમનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો. તેમના જણાવેલ સરનામે શોધ ખોળ કરી હતી.અને પીડિતાને પિયર પક્ષ દ્વારા ખૂબ જ મારપિટ કરેલ હોય 181 ટીમ નાં કાઉન્સેલર પીડિતા બહેન સાથે વાત કરી તેમની મળતી માહિતી મુજબ તેનાં લગ્ન અમદાવાદ માં થયેલા હતા .તેના લગ્ન બાદ સાસરિયા માં ત્રણ જ દિવસ રહ્યાં છે.તેમાં તેના પતિ શારીરિક સંબંધ માટે જબરજસ્તી કરે અને મારપીટ કરે છે.તેથી ત્યાં જવું ન હતું તેના પહેરેલા દાગીના પણ પિયરીયા વાળાએ કાઢી લીધા હતા.તેમનાં માતા-પિતા હાલોલ સિટી માં રહે છે.ત્યા જઈને તેના પરિવારજનો સાથે વાત કરી હકીકત જાણતા તેઓએ જણાવ્યું કે આ મહિલા સાસરીયામાં નહિ જાય તો સમાજ શું કહે અને અમારી ઈજ્જત જસે ,સમાજમાં મોઢું બતાવા લાયક નહિ રહીએ તેવું વિચાર સાસરે મોકલવા જબરજસ્તી કરેલ.અને તે બાબતે મોટાં ભાઈ તથા ઘરના સભ્યો તેના પર હાથ ઉપાડેલ પરંતુ પીડિતા નાં પતિ શારીરિક ત્રાસ આપે અને સાસરિયા વાળા નાની નાની વાતો માં વારંવાર ગુસ્સો કરે તો પિયરમાં ભાગીને આવતી રહી છે.તેથી પિયર પક્ષ સમાજ માં લગ્ન પછી દીકરી ઘરમાં રહે તે સારું નય લાગે તેમ વિચારી દીકરીને સાસરે મોકલવા મારપીટ કરી ફોર્સ કરે છે.પિયરીયા વાળાને 181 ટીમે સમજાવી કાયદાકીય સલાહ આપી હતી.અને મહિલાને મારપીટ નય કરવું જોઈએ તેમજ તેમને ધમકી બતાવી ગાળા ગાળી નય કરવું.વગેરે અસરકારક સમજાવેલ.આમ 181 અભયમ્ ટીમે પિયરીયાઓનું કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી હતી.તેમજ દીકરીની મજબૂરી સમજવાની જગ્યાએ હાથચાલાકી કરવી એ ગુનો બને છે.જે વિશે સમજ આપી હતી.પિયરિયા વાળા પોતાની ભૂલ સ્વીકારી જણાવેલ કે હવે પછી હાથ ચાલાકી નહિ કરીશું.અને તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ અમારા પરિવાર દ્વારા નહિ થશે, તેમ જણાવેલ.પરંતુ પીડિતા બહેને મારપીટ કરી ઘરમાં પૂરી દિધા હતા તે ખૂબ ડરી ગયેલ અને ધ્રુજતા ધ્રુજતા સોસાયટીની બહાર દોડી 181 ગાડી પાસે આવી પહોંચ્યા હતાં પીડિતા બહેન પિયરમાં કે સાસરીયામાં રહેવા માંગતાં ન હતા ગમે ત્યા જયને જીવી લઇસ કા તો મરી જઈશ તેમ જણાવતા.181 ટીમ ના કાઉન્સેલર તેની સાથે સાંત્વના પૂર્વક વાત કરી સમજાવેલ અને કાયદાકીય જાણકારી આપી તથા સંસ્થા વિશે જાણકારી આપી પછી 181 અભયમ્ ટીમ દ્વારા મહિલાની સુરક્ષા ને ધ્યાને લઇ તે સુરક્ષિત રહે અને આગળની કાર્યવાહી માટે તથા તેનું લાંબાગાળાનું કાઉન્સિલિંગ થાય તે માટે ગોધરા સખી વન સ્ટોપ સેન્ટર માં હેન્ડ ઓવર કરેલ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!