GODHARAPANCHMAHAL

રાષ્ટ્રીય શૈક્ષિક  મહાસંધ પંચમહાલ દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ચંદન થી કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા ધો 10ના બાળકોનુ સ્વાગત કરવામાં આવ્યું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પંચમહાલ દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ચંદન થી કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અધ્યક્ષ  જીતેન્દ્ર ઠાકર તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ જિલ્લા કાર્યવાહીકા શિવાંગી પાઠક દ્વારા શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ જાફરાબાદ ખાતે ધોરણ 10 ના પરીક્ષા આપનાર બાળકોને તિલક કરી ગુલાબ નું ફૂલ આપી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.. ધોરણ 10 ના બાળકો મા બોર્ડના સેન્ટર પર બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કુમકૂમ તિલક તથા ગુલાબના ફૂલ આપતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તથા જીતેન્દ્ર ઠાકર દ્વારા તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ જિલ્લા કાર્યવાહીકા શિવાંગી પાઠક દ્વારા બાળકોને જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!