DANG

ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિતનાં પંથકોમાં સતત ત્રીજા દિવસે પણ માવઠો પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે ઠંડકમય વાતાવરણમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા…
પ્રાપ્ત વિગતો અનુસાર હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા ત્રણેક દિવસથી દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં કમોસમી માવઠાએ કહેર વર્તાવ્યો છે.રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ચાલુ વર્ષે ભર ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન પણ દ્વિધામાં મુકાઈ ગયુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હાલમાં સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, આહવા,વઘઇ,સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં રવિવારે દિવસ દરમ્યાન વાદળોનાં ઘેરાવા બાદ અચાનક કમોસમી માવઠું વર્તાતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી થઈ રહેલ વાતાવરણનાં પલટા અને કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં કઠોળ,શાકભાજી સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકશાન થતા ચાલુ વર્ષે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ છેલ્લા ત્રણ દિવસથી મૌસમે રૂકસદ બદલતા અહીના જોવાલાયક સ્થળોમાં બોટીંગ,રોપવે,પેરાગ્લાયડીંગ,એડવેન્ચર પાર્ક,ટેબલ પોઈંટ,સનરાઈઝ પોઈંટ,સ્ટેપ ગાર્ડન,રોઝ ગાર્ડન સહિતનાં સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા ફરવા આવેલ પ્રવાસીઓમાં ઉન્માદ બેવડાયો હતો.હાલમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થતા ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓનું કીડીયારૂ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે દ્વિભાસી વાતાવરણમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા સ્થાનિક ધંધાર્થીઓનાં આવકની ઉપાર્જન સાથે બખા થઈ જવા પામ્યા હતા..

Back to top button
error: Content is protected !!