JUNAGADHJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન માસની બંને બેઠકો મોકૂફ રહેશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકો દર માસના ત્રીજા શનિવારના રોજ યોજવામાં આવતી હોય છે. હાલમાં ૮૭- વિસાવદર વિધાનસભા માટે વિસ્તારની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ- ગાંધીનગરના આદેશ અનુસાર તેમજ ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ- ૨૦૨૫ અન્વયે રાજ્ય ચૂંટણી આયોગ- ગાંધીનગરના આદેશ અનુસાર આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહે છે.
જે અંતર્ગત હાલમાં આચાર સંહિતા અમલમાં છે. તેમજ આગામી તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જૂન માસની જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બંને બેઠકો મોકૂફ રાખવામાં આવશે. જેની તમામ સંબંધિતોએ ખાસ નોંધ લેવી. તેમ નિવાસી અધિક કલેકટર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!