TANKARA:ટંકારાના જબલપુર પ્રા શાળામાં આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું
TANKARA:ટંકારાના જબલપુર પ્રા શાળામાં આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું
શ્રી જબલપુર પ્રાથમિક શાળામાં આનંદ બજારનું આયોજન કરવામાં આઊ હતું. જેમાં બાળકો હાથે ખાણી-પીણાંના 32 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં પીઝા, ભેળ, પાઉં- રગડો, દહીં પૂરી, સેન્ડવીચ, ચીપ્સ, ભૂંગળા બટાટા, દાબેલી, ચણાચાટ “પાણીપૂરી ઠંડા પીણા, કુલ્ફી, લચ્છી, સોડા શોપ, ચોકલેટ શોપ, વેફર્સ શોપ, સોન પાપડી, બિસ્કિટ ફ્રુટ ડીશ જેવા સ્ટોલ બાળકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. તેમજ એક રેસ્ટોરન્ટ પણ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં વડાપાઉં, ધુધરા અને ફૂલ ડીશ ભોજન રાખવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધોરણ – 5થી8 બાળકોએ ભાગ લીધો હતો. આ આનંદ બજારમાં બહોળી સંખ્યામાં ગામજનો, વાલીઓ અને બાળકોએ મન-પસંદ ડીશ ખાઈને ખૂબ આનંદ માણ્યો હતો. આ આનંદ બજારમાં કુલ ૧૧૦૨૬ રૂપિયાનો નફો થયો હતો. ૨૪૧ પ્રવૃતિનો મુખ્ય હેતુ બાળકોમાં આર્થિક શિક્ષણ, પડતર કિંમત, નફો- ખોટની ગણતરી અને માર્કેટિંગ કુશળતા નો વિકાસ કરાવવાનો હતો. આનંદ બજારમાં ભાગ લેનાર બાળકોએ અને શાળા પરિવાર ખૂબ મહેનત કરી હતી.