DAHODGUJARAT

દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત મીડટર્મ કન્ટિન્યુ મેડીક્લ એડ્યુકેશન ૨૦૨૫ ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૪.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત મીડટર્મ કન્ટિન્યુ મેડીક્લ એડ્યુકેશન 2025 ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 23 ઓગષ્ટે સૌ પ્રથમ વખત રેડીયોલોજી વિભાગ દ્રારા સીએમઈ નું આયોજન કરાયું હતું વધતી જતી ટેકનૉલોજી અને જરૂરિયાત પ્રમાણે રેડીયોલોજી વિભાગમાં નવું શું કરી શકાય આવનારા સમયમાં નવી ટેક્નિક નો ઉપયોગ સહિત ની તમામ ચર્ચાઓ થશે જેનાથી સચોટ નિદાન થાય જેના કારણે દર્દીઓ માટે પણ લાભદાયી રહેશે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્રારા આયોજિત આ સેમિનારમાં દાહોદ જિલ્લા સહિત ગુજરાત ભરની મેડિકલ કોલેજ તેમજ AIIMS, તથા અન્ય રેડીયોલોજી વિભાગના તબીબોએ ભાગ લીધો હતો જેમાં ઝાયડસ મેડિકલ કોલેજ ના રેડીલોજિસ્ટ પ્રોફેસર તેમજ દેશભર ના અલગ અલગ રાજ્ય ના તજજ્ઞો અને વિદેશમાથી પણ તજ્જ્ઞો ભવિષ્યમાં રેડીયોલોજી વિભાગમાં કઈ રીતે કામ કરી શકાય ટેક્નોલૉજી સાથે જોડાઈને ઉત્તમ કાર્ય કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન દિવસભર ચાલનારા આ સેમિનારમાં અલગ અલગ તજજ્ઞો દ્રારા લેકચર લઈ સમજ આપવામાં આવી હતી જે અંગે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સીઈઑ ડોકટર સંજય કુમાર એ મીડીયને વિસ્તૃત માહિતી આપી હતી

Back to top button
error: Content is protected !!