જુનાગઢ તા.૨૭ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે શાળા પ્રવેશોત્સવમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વિશળ હળમતીયા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપી સ્વાગત કરી આગેવાનોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપ સચિવ શ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.