JUNAGADHMENDARDA

મેંદરડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સત્કાર યોજનાકિય લાભોનુ વિતરણ

જમીનની ફળદ્રુપતા જાળવવા પ્રાકૃતિક ખેતી અપનાવો : જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મેંદરડા ખાતે લોકોએ ઉત્સાહભેર સત્કાર કર્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ  ઠુંમરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે તેમણે ખેડૂતોને આગ્રહભર્યો અનુરોધ કરતા કહ્યું કે, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે. રાસાયણિક ખાતર દવાના વધુ પડતા ઉપયોગના કારણે જમીને ફળદ્રુપતા ગુમાવી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. ઉપરાંત તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી હતી. આ સાથે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉજ્જવલા યોજના, અન્ન સુરક્ષા, સોઇલ હેલ્થ કાર્ડ આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેંદરડાને ODF+ ગામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજિત હેલ્થ કેમ્પમાં ગ્રામજનોએ ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.
લોકોને ધરતી કહે પુકાર કે નાટકના માધ્યમથી પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દયાબેન મકવાણા સરપંચ જયાબેન ખાવડુ, મામલતદાર જે.વી. ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી એમ.પી. ચૌહાણ, અગ્રણી વિજયભાઈ પાનસુરીયા સહિતના અગ્રણીઓ અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!