મહાશિવરાત્રી મેળામાં યાત્રાળુઓ તથા ભક્તજનોની સુખાકારી અને સરળતા અર્થે જૂનાગઢ મહાનગર પાલિકા ધ્વારા માહીતી કેન્દ્રનો પ્રારંભ
ભાવિકોની સુવિધાર્થે માહીતી કેન્દ્ર દતચોક અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઝોનલ ઓફીસ,ભવનાથ ખાતે કાર્યરત
વાતસલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની માફક માહીતી કેન્દ્ર દતચોક, ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. દત ચોક પ્રવાસી માહિતિ કેન્દ્રનો કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ડૉ.ઓમ પ્રકાશ, એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, નાયબ કમિશનર એ.એસ. ઝાંપડા, આસિ.કમિશનર(વ) જયેશ પી.વાજા, આસિ.કમિશનર(ટે) કલ્પેશ જી. ટોલિયા, અગ્રણી યોગીભાઈ પઢીયાર તથા મહાનગર પાલિકા, જૂનાગઢ અને કલેક્ટર કચેરી, જૂનાગઢના અધિકારી / કર્મચારીની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો હતો.
આ માહિતી કેન્દ્ર પર વિખુટા પડેલ લોકોને સહાય રૂપ થવા તેમજ જૂનાગઢ શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે.દતચોક માહિતી કેન્દ્ર ધ્વારા ભવનાથ વિસ્તારની તથા તમામ ઉતારાઓની વીજળી,પાણી, આરોગ્ય, સફાઈ વગેરેની ફરીયાદ લેવામાં આવશે તથા તેનુ નિરાકરણ કરવામાં આવશે.
આ રીતે યાત્રીકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો મહાનગરપાલિકા ધ્વારા હાથ ધરાયેલ છે. યાત્રીકો માટે હેલ્પ લાઈન નંબર માહિતી કેન્દ્ર, દત ચોક ૦૨૮૫-૨૬૧૨૫૦૭,૦૨૮૫-૨૬૧૨૫૦૮ ઉપલબ્ધ છે.
જાહેર જનતાને અને યાત્રીકોને આ હેલ્પ લાઈન નંબરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. તથા સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ ભવનાથ ઝોનલ ઓફીસના ફોનનં.૦૨૮૫-૨૬૨૨૧૪૦,૦૨૮૫-૨૬૧૨૫૦૬ કાર્યરત છે. જેમાં ફોન કરી જરૂરી વિગતો મેળવી શકાશે.