JUNAGADHMALIYA HATINA

વિક્સીત ભારતના અવાજ વચ્ચે માળીયા હાટીના નું નામ ગુમ ?

માળીયા હાટીનાં રેલ્વે ફાટકથી ગામ તરફ જતો મુખ્ય રસ્તો હાલમાં ખરાબ હાલતમાં છે. ખાડા, ધૂળ અને વરસાદી તળાવ જેવી પરિસ્થિતિઓના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. શાળા, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન જેવી સેવાઓ હોવા છતાં પણ માર્ગની જાળવણી અણદખલી રહી છે. મહિલાઓ પટકાઈ જાય છે, પ્રસૂતિ પીડિત બહેનો માટે પણ આ રસ્તો દુઃખદ અનુભવ બની ગયો છે.

સ્થાનીક તંત્ર અને બંને પક્ષોના આગેવાનોની નિષ્ક્રિયતા સામે પ્રજામાં આક્રોશ વધી રહ્યો છે. કેન્દ્રથી લઈ સ્થાનિક તબક્કા સુધી એકજ પક્ષની સરકાર હોવા છતાં વિકાસ અટવાયેલો છે. પ્રજાને હવે લાગવા લાગ્યું છે કે વાયદા ફક્ત કાગળ સુધી સીમિત રહ્યા છે.

આજની સ્થિતિએ પ્રશ્ન એટલો જ છે — જવાબદારી કોણે લેવી? માળીયાના માર્ગે પ્રશ્નો લખાયા છે, પરંતુ હવે જનતા જવાબ મતપેટી પર લખવા મિજાજમાં છે.

Back to top button
error: Content is protected !!