JUNAGADHJUNAGADH CITY / TALUKO

માંગરોળ તાલુકાના ખેતમજૂરનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી ઘરના ઘરનું સપનું સાકાર થયુ

અન્ય પરિવારોની જેમ પાકા અને સુવિધાવાળા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયું છે
– દાનાભાઈ ભાદરકા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના હુસેનાબાદ ગામે રહેતા દાનાભાઈ મેણશીભાઈ ભાદરકાનું પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) થકી અન્ય પરિવારોની જેમ પાકા અને સુવિધા વાળા મકાનમાં રહેવાનું સપનું સાકાર થયું છે.
દાનાભાઈ ભાદરકા એ જણાવ્યું હતું કે, હું મારી પત્ની તથા પાંચ સંતાનો સાથે હુસેનાબાદમાં રહીએ છીએ અને ખેત મજૂરી કરી અમારું ગુજરાત ચલાવીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મળ્યા પહેલા અમે વડીલો પાર્જિત કાચા મકાનમાં રહેતા હતા. ત્યારે ગામમાં અન્ય કુટુંબોના પાકા મકાન જોઈ અમે પણ પાકા અને સુવિધા વાળા મકાનમાં રહેવાનું સપનું વર્ષોથી જોતા હતા.
ખેત મજૂરી કરતા હોવાથી અમારી બધી મૂડી કુટુંબના ભરણ પોષણમાં ખર્ચાઈ જતી હતી. તેમજ ભવિષ્યમાં પાકું મકાન બનાવી શકીએ તેવી કોઈ આશા ન હતી. અમારું કાચું મકાન હોવાથી ભારે વરસાદ, ગરમી અને ઠંડીમાં પરિવારજનોને અનેક અગવડોનો સામનો કરવો પડતો હતો. તેમ જ ઘણીવાર કુટુંબના સભ્યો બીમારીનો ભોગ પણ બનતા હતા.
ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકામાંથી ગ્રામસેવક દ્વારા અમારા ઘરની મુલાકાત લેવા માટે આવેલ અને અમને ખબર પડી કે સરકાર તરફથી ગરીબ લોકોને પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સહાય આપવામાં આવે આપવામાં આવે છે.
તેમજ અમને જાણવા મળેલ કે, સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વે ૨૦૧૮ ની યાદીમાં અમારા કુટુંબને સમાવેશ થયેલ છે .ત્યારે અમે પાકું મકાન બનાવવા માટે જે કાગળ જોઈએ , તેની માહિતી અને માર્ગદર્શન તલાટી કમ મંત્રી અને ગ્રામસેવક દ્રારા આપવામાં આવ્યું હતુ. અને તમણે ફોર્મ ભરીને તાલુકામાં મોકલવામાં આવ્યું હતું. અને વર્ષ ૨૦૨૨-૨૩ માં અમારું મકાન બનવા માટેની સહાય મંજૂર થઈ હતી. એની સાથે જ મારા બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ બાદમાં સરકાર તરફથી બીજો હપ્તો ૮૦,૦૦૦ અને મકાન બાંધકામ પૂર્ણ કરતા ત્રીજો હપ્તા પેટે રૂ. ૧૦,૦૦૦૦ મળ્યા હતા.
તેમજ રૂ.૨૦૬૧૦ જેટલી રકમ મનરેગા યોજના હેઠળ અમારા બેંક ખાતામાં જમા થઈ હતી.
આમ, અમારું પાકું મકાન બનતા પરિવારના સભ્યો સાથે આનંદથી રહીએ છીએ. હવે અમે ચિંતામુક્ત છીએ. સરકારની આ યોજના અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જે માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!