JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ તા.૭મી મે એ અચૂકપણે મતદાન કરવા માટે થયું સંકલ્પબદ્ધ

વરિષ્ઠ નાગરિકોને હિટવેવને ધ્યાનમાં રાખી ઠંડા પહોરે મતદાન કરવા માટે તંત્રની અપીલ

જૂનાગઢ તા.૨૨ જૂનાગઢનું સિનિયર સિટીઝન મંડળ મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ મંડળના વરિષ્ઠ નાગરિકો તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.

        જૂનાગઢમાં ભરડાવાવ પાસે આવેલ માળી જ્ઞાતિની વાડીમાં આયોજિત એક કાર્યક્રમમાં સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારનાથી પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

       આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વરિષ્ઠ નાગરિકોને મતદાન અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો આ સાથે તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત હિટવેવને ધ્યાનમાં રાખી વહેલી સવારે એટલે કે ઠંડા પહોરના મતદાન કરવા જવા માટે સવિશેષ અનુરોધ કર્યો હતો.

        ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સ્વીપ અંતર્ગત જુદા-જુદા મતદાન જાગૃતિના કાર્યક્રમના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

        આ પ્રસંગે સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી જે. બી. માંકડ ઉપપ્રમુખ રશ્મીબેન વિઠલાણી, કાર્યકારી પ્રમુખ રમેશભાઈ મહેતા તથા વજુભાઈ હિરપરા સહિતના ભાઈઓ – બહેનો વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!