JUNAGADHMENDARDA

લોકકલ્યાણના સમણાને સાકાર કરવાનો સરકારનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

જૂનાગઢનાં બગડુ ગામે ગ્રામજનોએ વડાપ્રધાનના સંવાદને વર્ચુઅલ માધ્યમથી નિહાળ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે જૂનાગઢ જિલ્લામાં લોકસેવાનું મહત્વનું માધ્યમ બની રહી છે. જે અંતર્ગત આજે જૂનાગઢ તાલુકાનાં બગડુ અને માળીયા હાટીના તાલુકાનાં બુધેચા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચુઅલ માધ્યમથી નિહાળ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ગામે પહોંચતા ગામનાં સરપંચ શારદાબેન વેકરીયા તથા તાલુકા પંચાયતનાં સદસ્ય મહેન્દ્રભાઇ ડોબરીયા, જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવાસીયા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કુંમકુમના તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચ શારદાબેન વેકરીયા તથા તાલુકા પંચાયતનાં સદસ્ય મહેન્દ્રભાઇ ડોબરીયા, જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવાસીયા ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તે સાથે ૧૦૦ ટકા જલ જીવન મિશન સંતૃપ્તિ થયે કલેકટરના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લીડબેંકનાં ગણપત રાઠવા, નાબાર્ડનાં કિરણ રાઉત, સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી દુધીબેન પટોળીયા, અગ્રણીઓ સર્વશ્રી રામજીભાઇ ડોબરીયા, રામજીભાઇ રાબડીયા સહિત ગ્રામજનો, હોદેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભથી જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજુ કર્યા હતા.
બગડુગામનાં ભુરાભાઇનામનાં સદગૃહસ્થે જણાવ્યુ હતુ કે મારા પગમાં અકસ્માતે અસ્થિજન્ય તૃટીઊભી થતાં મારે ઓપરેશન કરાવવાની નોબતઆવી પરંતુ મારા માટે આયુષમાકાર્ડ આશિર્વાદરૂપ બનતા ઓપરેશનનો સઘળો ખર્ચ સરકારશ્રી દ્વારા પુરાંત થતાં મારા પરીવાર પર અકસ્માતે આવી પડેલખર્ચની આફત નિવારી શકાઇ છે. આયુષ્માન ભારત યોજના ગરીબ પરિવાર માટે સુરક્ષા કવચ છે
જિલ્લા કલેકટર અનિલકુમારે ગ્રામજનો સાથે સંવાદ સાધી વાત ચિત દરમ્યાન જણાવવ્યુ હતુ કે આયુષ્માન કાર્ડસહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
‘ધરતી કરે પુકાર કે’ થીમ અંતર્ગત ગ્રામજનોએ પરંપરાગત પ્રકૃતિક ખેતપધ્ધતિ અપનાવી  કૃષિ કાર્ય દ્વારા ઉત્પાદકતા વધવા સાથે આર્થિક ઉન્મુલન અંગે પ્રેરક સંદેશો નુક્કડ નાટકના માધ્યમથી નિહાળ્યું હતું. આ તકે ગ્રામજનોએ કાર્યક્રમના સ્થળે ઉભા કરાયેલા આરોગ્ય અને આઇસીડીએસ વિભાગ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાન્વિત થયા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!