GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ઈંટો ના ભઠ્ઠા મા રૂમો બનાવી પરપ્રાંતીય ઈસમોને ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ નહી કરનાર ભઠ્ઠા માલીક સામે કાર્યવાહી
તારીખ ૦૨/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એરાલ ગામે સારા બ્રિક્સ નામની ઈંટો પકવતા ભઠ્ઠા માલિકે રૂમો બનાવી પરપ્રાંતીય ઈસમોને માસીક ભાડેથી આપી સ્થાનીક પોલીસ મથકે કોઇ જાણ કરતા નથી તેવી માહિતી આધારે કાલોલ પોલીસે તપાસ કરતા ત્રણ ઈસમો સુનિલ રામા ડાયમાં તેમજ પ્રકાશ ગરવાલ તથા રાજમલ ગણાવા ત્રણે દિશામાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ છેલ્લા ત્રણ માસ થી ઈંટોના ભઠ્ઠા પર રૂમો મા અમીર અબ્દુલ રહીમ શેખ રે એરાલ ને માસિક ભાડુ આપી રહેતા હોવાનું તેમજ આ બાબતનું મકાન માલિક દ્વારા કોઈ આઈડી પ્રૂફ લેવામાં આવ્યું નથી તેમજ સમય મર્યાદામાં સ્થાનિક પોલીસ મથકે કોઈ જાણ કે નોધ કરવામાં આવી નથી તેવી તમામ વિગતોએ કાલોલ પોલીસ દ્વારા ભઠ્ઠા માલિક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.