ARAVALLIMEGHRAJ

મેઘરજ : પાણી પુરીવાળાના પુત્રએ MBBS ક્વોટાની બેઠકમાં એડમિશન મળ્યું પરંતુ 9 માસ માં બેઠક રદ થઈ,વિદ્યાર્થી એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સ્ટે લાવ્યો .

અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : પાણી પુરીવાળાના પુત્રએ MBBS ક્વોટાની બેઠકમાં એડમિશન મળ્યું પરંતુ 9 માસ માં બેઠક રદ થઈ,વિદ્યાર્થી એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સ્ટે લાવ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં રહીને પાણીપુરી ની લારી ચલાવી,ગુજરાન કરતા પરિવારના પુત્રએ ડોક્ટર બનવાના સપનાને પુરા કરવા પરેશાનીઓ વેઠવી પડી છે,પાણી પુરીવાળાના પુત્રએ MBBS ક્વોટાની બેઠક ગુમાવતા,સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લાવ્યો વિદ્યાર્થી અને તેણે હવે ફરીથી એડમિશન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી છે,એમ બી બી એસ નું એડમિશન મેળવેલ વિદ્યાર્થીએ પોતાની જાતીના પ્રમાણપત્રના વિવાદને કારણે બે વર્ષનો અભ્યાસ બગાડવાનો સામનો કરી રહ્યો છે,અરવલ્લી જિલ્લાના મેઘરજ માં પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્રએ અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાના સપના જોતા,પરિવારના પુત્રએ કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે,ડોક્ટર બનવા માટે સપના જોતો વિદ્યાર્થી અલ્પેશ રામસિંહ રાઠોડ બે વર્ષ અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજમાં,એમ બી બી એસ ના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતુ, અભ્યાસના નવ માસ બાદ તેના જાતિના પ્રમાણપત્રના વિવાદને લઈ તેનુ એડમિશન રદ કરાયું હતું, આમ અભ્યાસ અધૂરો રહી જવાના ડરથી તેણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં તેને પહેલા રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશાજનક વાવડ મળ્યા હતા,જેને લઈ અલ્પેશ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી હતી,જ્યાં તેના એડમિશનને લઈ સ્ટે આપતા રાહત મળી હતી

 

 

Back to top button
error: Content is protected !!