GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બ્રહ્માકુમારી સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ, રજત જયંતી મહોત્સવ અને સન્માન સમારોહની સાંસદ ની હાજરીમાં ભવ્ય ઉજવણી.

 

તારીખ ૧૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં આધ્યાત્મિકતા અને શાંતિનો સંદેશ ફેલાવતી બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતા ‘રજત જયંતી મહોત્સવ’ અને ‘સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નગરના પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને મહાનુભાવો ઉમટી પડ્યા હતા.મુખ્ય અતિથિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ મહોત્સવમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ગરિમા વધારવા માટે વડોદરાના ડૉ. નિરંજનાબેન, મહાદેવ નગર સબ ઝોનના સંચાલિકા ચંદ્રિકાબેન તેમજ કાલોલ બ્રહ્માકુમારી કેન્દ્રના વર્ષાબેન તેમજ હરદીપ ઉપાધ્યાય ખાસ હાજર રહ્યા હતા. જીલ્લા ભાજપ સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદિપસિંહ ગોહીલ, જીલ્લા ભાજપના પુર્વ ઉપપ્રમુખ ડૉ.યોગેશ પંડ્યા અને નગરના કોર્પોરેટરો તેમજ સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા ૨૫ વર્ષની સેવાની સફરને યાદ કરતા આ કાર્યક્રમમાં આધ્યાત્મિક પ્રવચન અને સન્માન વિધિ યોજાઈ હતી. મહાનુભાવોએ સંસ્થા દ્વારા સમાજમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને શાંતિ સ્થાપવા માટે કરવામાં આવતા કાર્યોની પ્રશંસા કરી હતી. રજત જયંતી નિમિત્તે કેન્દ્ર સાથે જોડાયેલા નિષ્ઠાવાન સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.બ્રહ્માકુમારી સંસ્થા છેલ્લા ૨૫ વર્ષથી કાલોલમાં માનવતા અને સદભાવનાનો દીપ પ્રગટાવી રહી છે, જે ખરેખર વંદનીય છે.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના સૂર.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને અંતમાં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!