GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતા 2 ટ્રેક્ટર ઝડપ્યા.રેતી રસ્તા ઉપર ખાલી કરતા ટ્રેકટર ચાલકો.

 

તારીખ ૧૨/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પકડાઈ જવાની શક્યતા હોય ત્યારે મોટી રકમ ના દંડ માંથી બચવા ખનન માફીઆ રસ્તા ઉપર રેતી ખાલી કરતા હોય છે જેથી ખાલી ટ્રેક્ટર હોવાનો બચાવ થઈ શકે

કાલોલ પંથકમાં રેતીકનની પ્રવૃત્તિએ માજા મુકી છે. બેફામ રીતે રેતી ખનન કરી કાલોલ ના બજારમાંથી અને કાલોલ મલાવ ચોકડી, અલીન્દ્રા ચોકડી તથા કાલોલના અંતરિયાળ ગામો રામનાથ, ગુસર ,ચલાલી અને ઝીલીયા, બાકરોલ જેવા ગામોમાં બિન્દાસ રીતે રેતી ખનન કરવામાં આવે છે. ખાન ખનીજ વિભાગ લગભગ આ રીતે ખનનની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહ્યું છે. કાલોલ ના ઘણા બધા ગામોમાં ખનન માફીઆ રાત્રિના સમયે રેતી ખનન કરે છે અને ચોક્કસ જગ્યાએ સ્ટોક કરે છે અને ત્યારબાદ સવારથી સાંજ સુધી આ સ્ટોકમાંથી ટ્રેક્ટર અને હાઇવા ભરતા હોય છે. આજરોજ કાલોલ તાલુકાના જેતપુર ગામેથી ગેરકાયદેસર રીતે ભરીને આવતા બે ટ્રેકટરો કાલોલના સર્કલ મામલતદાર એમ યુ પરમાર દ્વારા રોકતા તેઓએ રસ્તા વચ્ચે રેતી ખાલી કરી દીધી હતી જેથી કરીને મોટી રકમ ના દંડમાંથી બચી શકાય.સર્કલ મામલતદાર દ્વારા બંને ટ્રેકટરો મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર નબર જીજે ૧૭ સીએ ૨૦૧૦ માલિક મહેશભાઈ દેવાભાઈ મકવાણા અને ટ્રેકટર નંબર જીજે ૧૭ સીએ ૦૮૯૧ ભરવાડ ભરતભાઈ શનાભાઇ એમ બન્ને સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગ ગોધરાને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!