GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ સામે વિરોધ નોંધાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

 

તારીખ ૨૭/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ 7 અજાણી વ્યક્તિ દ્વારા ભરી મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો કમી કરાવવાનો આરોપ બાબતે કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં મતદાર યાદીની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવાની અને શંકાસ્પદ નામકમીની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષભાઈ પરમાર,જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ગજેન્દ્રસિંહ ઠાકોર, ગનીભાઈ મન્સૂરી, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, પીંગળી તાલુકા પંચાયત બેઠકના પ્રમુખ સુરજસિંહ સોલંકી (નિજાનંદ ઝેરોક્ષ), કાલોલ શહેરના આગેવાનો સત્તારભાઈ શેખ, અકરમખાન પઠાણ, સખાવતભાઈ સૈયદ, ઠાકોરભાઈ તેમજ કાર્યકરો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!