GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની અંબાલાલ પાર્ક સોસાયટીમાંથી પ્રતિવાદી ને અવરજવર કરતા રોકવા માટે વચગાળાની મનાઈ અરજી કાલોલ કોર્ટે ફગાવી.

 

તારીખ ૧૧/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના અંબાલાલ ચંદુભાઈ પટેલ દ્વારા કાલોલ પ્રિન્સીપલ સિનિયર સીવિલ જજ ની કોર્ટમાં (૧) રાવજીભાઈ શનાભાઇ પટેલ(૨) મહેન્દ્રભાઈ શનાભાઇ પટેલ (૩) ચીફ ઓફિસર નગરપાલિકા કાલોલ (૪) મામલતદાર કાલોલ (૫) કલેક્ટર પંચમહાલ સામે દાવો દાખલ કરી વાદીએ પોતાની સર્વે નંબર ૩૯૧ જુનો સર્વે નંબર ૧૧૦(૨) મા બનાવેલ અંબાલાલ પાર્ક સોસાયટીમાં વાદી એ કુલ ૧૭ રહેણાંક મકાન બનાવેલ છે એક પ્લોટ કોમન પ્લોટ છે અને એક પ્લોટમાંથી તમામ પ્લોટ ધારકોને આવવા જવાનો રસ્તો છે.વાદીએ પાટિયા વાળો રસ્તો બનાવી દિવાલ જેવું બનાવી રસ્તો બંધ કર્યો હતો જેથી પ્રતિવાદી રાવજીભાઈ શનાભાઇ પટેલ અને મહેન્દ્રભાઈ શનાભાઇ પટેલ પોતાની સર્વે નંબર ૩૯૦ વાળી જમીનમાં આવવા જવા માટે નો રસ્તો સર્વે નંબર ૩૯૧ વાળી જમીનમાંથી પસાર થાય છે અને તેઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને કલેક્ટર કચેરી માં થી ખોટો હુકમ મેળવેલ છે તેવુ જણાવી દાવો દાખલ કરી વચગાળાની મનાઈ અરજી આપી પોતાની જમીનમાંથી પ્રતિવાદીઓ અવરજવર ના કરી શકે તે માટે મનાઈ હુકમની માંગ કરી હતી. આ અગાઉ વર્ષ ૨૦૨૪ મા અંબાલાલ પાર્ક ૧ સોસાયટી ના રહીશોએ બીજી સોસાયટીમાં જવાના રસ્તા ઉપર ફેનસિંગ કરી દિવાલ બનાવી હતી જેની સામે મહેન્દ્રભાઈ શનાભાઈ પટેલ દ્વારા જીલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જીલ્લા સ્વાગત કાર્યક્રમ મા ગત તા ૨૯/૦૬/૨૪ ના રોજ સોસાયટીના તમામ લોકો રસ્તાનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવાલ દુર કરવા ની સુચના આપી હતી જે અન્વયે કાલોલ નગરપાલિકા ને લેખીત જાણ જીલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવી હતી અને કાલોલ નગરપાલિકા ચીફ ઓફીસર દ્વારા સોસાયટીના રહીશો ને ગત ૦૯/૦૭/૨૪ ના રોજ આ દિવાલ ત્રણ દિવસમાં દુર કરવા નોટીસ આપી હતી જેની સમય મર્યાદા પુરી થતા તા ૧૫/૦૭/૨૪ ના રોજ કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને સ્ટાફ તેમજ નાયબ મામલતદાર મહેસૂલ તેમજ સર્કલ મામલતદાર પોલિસ સ્ટાફ સાથે આવી દિવાલ તોડી નાખી હતી અને તેજ દિવસે વાદીએ સિવિલ કોર્ટમાં રે. મુ નંબર ૪૭/૨૦૨૪ થી દાવો દાખલ કર્યો હતો. દાવાના કામે પ્રતિવાદીઓ તરફે એડવોકેટ પી પી સોલંકી હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. જેમા પ્રતિવાદીને અવરજવર કરવા માટે તા ૨૦/૦૮/૨૦૨૨ ના રોજ નોટરી રૂબરૂ સહી કરી આપી હોવાનું તેમજ તે આધારે જ વાદી ની જમીનમાંથી પ્રતિવાદીઓની જમીનમાં આવવા જવા નો રસ્તો પસાર થતો હોવાનો નકશો તથા પ્લાન મંજૂર કરાવ્યો હોવાની હકીકતો ધ્યાનમાં રાખીને પ્રતિવાદી એ રજુ કરેલ પુરાવા જેમા વાદી એ પાટિયા વડે કરેલ દબાણ ના ફોટો, દબાણ દૂર કરેલ સ્થળ સ્થિતિ નો ફોટો, નગરપાલિકાએ રજુ કરેલ સ્વાગત કાર્યક્રમ નો જવાબ આધારે કાલોલના.પ્રિન્સી.સીનીયર સિવલ જજ એફ બી પઠાણે વાદીની મનાઈ અરજી નામંજુર કરી છે.

Back to top button
error: Content is protected !!