GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ આઇસીડીએસ શાખા દ્વારા ઘટક-૧ અને ઘટક-૨ ના આંગણવાડી તેડાગર બહેનોની બે દિવસીય રસોઈ શો તાલીમ યોજાઈ

 

તારીખ ૦૪/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના આઈસીડીએસ શાખા કાલોલ ઘટક-૧ અને ઘટક-૨ ના આંગણવાડી તેડાગર બહેનોની તારીખ ૦૩/૧૧/૨૦૨૫ થી તારીખ ૦૪/૧૧/૨૦૨૫ બે દિવસીય રસોઈ શો તાલીમ કાલોલ સેટકો સંચાલિત નંદઘર આંગણવાડી ખાતે યોજવામાં આવી હતી જેમાં આંગણવાડીના તેડાગર બહેનોને આંગણવાડીના ટી.એચ.આર.,મિલેટ્સ અને ગરમ નાસ્તો મેનુ મુજબ બનાવી વાનગી બનાવતા શીખવાડી અને તેમાંથી મળતા પોષણ વિશે સમજ આ૫વામાં આવી હતી જેમાં આંગણવાડી તેડાગર બહેનોની તાલીમમાં જિલ્લા પંચાયત કચેરી આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફીસર રમીલાબેન ચૌઘરી અને કાલોલ ઘટક-૧/૨ ના બાળ વિકાસ યોજના અઘિકારી શારદાબેન વીંઝ, તાલુકા હેલ્થ કચેરીના ન્યુટ્રીશન આસિસ્ટન્ટ સર્મિષ્ટાબેન અને આઈસીડીએસ શાખાના તમામ મુખ્ય સેવિકા બહેનો તાલીમમાં હાજર રહી જ્યાં તેડાગરબેનોને રસોઈ શો તાલીમ આ૫વામાં આવી હતી જ્યાં તાલીમ પૂર્ણ થયા બાદ આંગણવાડી તેડાગરબેનોને રસોઈ શો તાલીમ પ્રમાણ૫ત્ર આ૫વામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!