GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરી જતું ટ્રેક્ટર જીઆઇડીસી વિસ્તારમાંથી ઝડપી પાડયો

તારીખ ૩૦/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા જીઆઇડીસી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતું એક ટ્રેક્ટર રોકી તેના ચાલકને પાસ પરમીટ બાબતે પુછતા તેની પાસે કોઈ પાસ પરમિટ કે આધાર મળી આવેલ નહીં. ટ્રેક્ટર ચાલક યુવરાજસિંહ વખતસિંહ રાઠોડ રે.વાસિયા.પાંડુ સાવલી તથા ટ્રેકટર માલીક પ્રકાશસિંહ અભેસિંહ રાઠોડ સાવલી જીલ્લો વડોદરા નુ હોવાનુ જાણવા મળ્યુ હતુ રેતી નો જથ્થો સાપિયા સાવલી થી ભરી લાવેલ હોવાનુ જણાવેલ જે જથ્થો રાજેન્દ્રસિંહ જાદવ ના ઘરે લઈ જતા હોવાનુ જાણવા મળેલ મામલતદારે ચાર ટન ગેરકાયદેસર રેતી નો જથ્થો અને ટ્રેકટર સહિત રૂપિયા ૬ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રેકટર મુદ્દામાલ સાથે જપ્ત કરેલ. જે અંગેની જાણ વાયુવેગે ખનન માફીયા સુધી પ્રસરતા ખનન માફીયાઓ માં ફફડાટ ફેલાયો હતો.





