કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ની બાલાસિનોર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

તારીખ ૨૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમ લઈ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ની બાલાસિનોર નગરપાલિકા ખાતે બદલી થતાં કાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,ઉપમમુખ ગૌરાંગભાઈ દરજી,પક્ષના નેતા હરિકૃષ્ણભાઇ પટેલ,નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સહિત નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના એન્કાઉન્ટર તખતસિંહ બારીયા સહિત કર્મચારીઓએ ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ને શાલ ઓઢાડી ફુલહારથી સન્માનિત કરી ભાવસભર વિદાય આપી હતી જ્યાં ચીફ ઓફિસર તરીકે નગરપાલિકામાં લાંબા સમય સુધી પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપીને પાલિકામાં મહ્ત્વનો ફાળો આપ્યો છે.ત્યારે વિદાય વેળાએ પાલિકાના કર્મચારીઓએ તેમના કાર્યકાળ દરમિયાનનાં સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની કાર્ય પધ્ધતિના વખાણ કર્યા હતા.






