GUJARATKUTCHMANDAVI

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય,ભુજ ખાતે યોજાયો.

દરિયો, ડુંગર, રણ અને કચ્છી સાહિત્ય એ કચ્છની આગવી ઓળખ વિનોદ ચાવડા.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૭ ડિસેમ્બર : ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગતની કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય,ભુજ ખાતે યોજાયેલ ‘કચ્છ સાહિત્ય ઉત્સવ’માં કચ્છનાં સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહી તેમનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જેમ કચ્છની ઓળખ દરિયો, ડુંગર, અને રણ છે તેવી જ રીતે કચ્છનું અનન્ય સાહિત્ય તે પણ કચ્છની આગવી ઓળખ છે. દેશ અને દુનિયાના સૌ કચ્છી માડુઓ આ કચ્છ સાહિત્ય ઉત્સવ માણી શકે તે માટે આ ઉત્સવ પાંચ દિવસનો કરવા સૂચન કર્યું હતું. સાંસદ શ્રી વિનોદ ચાવડાની સાથે કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી દેવજીભાઈ વીરચંદ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સત્રમાં કચ્છના પ્રસિદ્ધ સાહિત્યકારો શ્રી રમેશભાઈ ભટ્ટ અને વિશ્રામ ગઢવી દ્વારા કચ્છી સાહિત્યમાં વાર્તા, નવલકથા જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ કચ્છના કોહીનુર શ્રી દેવરાજભાઈ ગઢવી અને રાજ ગઢવી દ્વારા કચ્છી લોકસંગીત રજૂ કરવામાં આવ્યા હતા. કચ્છી સંત સાહિત્ય વિષય પર સુ શ્રી દર્શના ધોળકિયા અને રમઝાન હસણિયાએ સુંદર વક્તવ્યો આપ્યા હતા. હીના ગંગર, ચૈતાલી ઠક્કર અને કપિલ ગોસ્વામીએ કચ્છી વાર્તાઓનું વાચિકમ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!