PANCHMAHALSHEHERA
જન જાગૃતિ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગર લુણાવાડા:-
નિલેશભાઈ દરજી શહેરા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર ના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ મહીસાગર જિલ્લાના આર્થિક સહયોગથી જન જાગૃતિ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ કલ્યાણ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ના અધિકારીઓ તાલુકા નિરીક્ષકો એવોર્ડ વિજેતા વડીલો સામાજિક કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સંસ્થાના પ્રમુખ પરેશકુમાર દરજી અને રાકેશભાઈ ચૌહાણ , હર્ષ દરજી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ શ્રીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી જેમ કે આવાસ યોજના , વિદેશ લોન યોજના , સંરક્ષણ હક્ક કાયદો વગેરે માહિતી આપી હતી અને સૌ જમી છૂટા પડ્યા હતા.