GANDHIDHAMGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાનો ગુરુવંદના કાર્યક્રમ શ્રી સરસ્વતી શિશું મંદિર વિદ્યાલય આદિપુર ખાતે યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૨૯ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાનો ગુરુવંદના કાર્યક્રમ શ્રી સરસ્વતી શિશું મંદિર વિદ્યાલય આદિપુર ખાતે યોજાયો. જેમાં કાર્યક્રમની શરુઆત દિપપ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સરસ મજાનું ગીત રજૂ કરવામાં આવ્યું..ત્યાર બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાના પ્રમુખ શ્રી ભરતભાઈ ધરજીયા અને શાળાના પ્રિન્સિપાલબેન શ્રી દ્વાર આપણા જીવનમાં ગુરુજીનું શું મહત્વ છે તેના વિશે માર્ગદર્શન આપ્યું..આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ, શાળાના નિયામક શ્રી વિમલભાઈ, શાળાના આચાર્ય શ્રી સામજીભાઈ અને બેનશ્રી, તેમજ શ્રી સરસ્વતી શીશુ મંદિર વિદ્યાલય શાળાના તમામ ગુરૂજન ભાઈઓ અને બહેનો તેમજ શાળાના તમામ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!