MORBI:મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયા દ્વારા 345 કર્મચારીઓને નિઃશુલ્ક જાત્રા કરાવી

MORBI:મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયા દ્વારા 345 કર્મચારીઓને નિઃશુલ્ક જાત્રા કરાવી
મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ટોટલ 345 કર્મચારી છે જેમાંથી શિક્ષકો, ક્લાર્ક પ્રિન્સિપાલ વગેરે અવારનવાર પ્રવાસે જઈ આવતા હોય જ્યારે વર્ગ ચાર ના કર્મચારી જેમ કે સ્ટૉર કિપર,રસોડા વિભાગ, સિક્યુરિટી સફાઈ કામદાર, પટાવાળા બહેનો,ડ્રાઇવર ભાઈઓ, વગેરે -વગેરે કર્મચારીઓને આવા કોઈ ક્ષણિક પ્રવાસમાં લાભ ન મળે બીજું કે આ યાત્રા ખર્ચાળ હોઈ નાના વર્ગના લોકો ને પોસાઈ નહિ એવા હેતુથી આ કર્મચારીઓને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી 85 જેટલા વર્ગ-૪ના કર્મચારીને નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવેલ જેમાં ઓમકારેશ્વર, ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ,છપૈયા, અયોધ્યા, કાશી,ગોકુળ- મથુરા વૃંદાવન, અંબાજી પુસ્કર જેવા સ્થળોએ યાત્રા કરાવેલ છે.
નવયુગના સુપ્રીમો પી.ડી.કાંજીયાનું એવું માનવું છે કે, કર્મચારીએ આપણા હાથ- પગ છે મારો દરેક કર્મચારી મારાં પરિવાર નો સભ્ય છે અને નવયુગ એક વિશાળ પરિવાર છે એના માટે જે કંઈ પણ કરીએ એ કોઈ ઉપકાર નથી એ મારી ફરજ છે. અને રાષ્ટ્ર, ધર્મ અને સમાજ સોસાયટીમાં લાખોનું દાન આપતા હોય ત્યારે સૌ પહેલા તમારા પરિવાર અને કર્મચારી ગણને બધી જરૂરિયાત પૂરી પાડવી જોઈએ આવી જ રીતે નવયુગના સુપ્રીમો પી. ડી. કાંજીયા તરફથી નવયુગના તમામ સ્ટાફને વર્ષમાં એક વાર દિવાળીએ બોનસ, મીઠાઈ, ગિફ્ટ વાર તહેવારે અનાજ કીટ વગેરે સ્ટાફને આપવામાં(અર્પણ) કરવામાં આવે છે તમામ કર્મચારીને વર્ષમાં બે થી ત્રણ વાર પ્રેરણાદાયક મુવી બતાવવુ, ચાર થી પાંચ વાર ભોજન પિકનિક ની પાર્ટી આપવી વર્ષમાં ચારથી પાંચ વખત યુનિફોર્મ,કપડા, સાડી, અનાજ કીટ વગેરે વસ્ત્ર દાન આપવું આ સિવાય તેમના પરિવારની કોઈ પણ મુશ્કેલીમાં જે કાંઈ પણ જરૂરિયાત હોય તે પૂરી કરી સાથે ઉભું રહેવું, કોઈ પણ કર્મચારીને 50,000 થી માંડીને ત્રણ લાખ સુધી લોન આપવી આવું તો ઘણું ઘણુ.
વર્ષમાં મોટા મેગા સેમિનાર જેમાં સ્ટાફને તેમના જીવનના ઉત્કર્ષ માટે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. દૂર ગામડાના કર્મચારી હોય તો રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આયોજન કરી આપે છે.











