GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- પાવાગઢ રોડ પર દારૂની ગાડી મૂકી ભાગતા આરોપી પાછળ પોલીસ દોડતા ફિલ્મી દ્દશ્યો સર્જાયા,દારૂની પેટીઓ સાથે બે ઝડપાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૧૦.૨૦૨૪

જાંબુઘોડા પોલીસ કાળીયાવાવ ચેક પોસ્ટ ખાતે પેટ્રોલીગમાં હતી દરમિયાન કારનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ.1,75,680 રૂ.નો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા પોલીસ મથકના PSI પી.આર.ચુડાસમા તેઓની ટીમ સાથે મંગળવારના રોજ કાળિયાવાવ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેનોલ્ટ કંપની ની ટ્રાઈબર ગાડી જેનો નબર GJ 06 PH 2195 આવતા તેને રોકવા બેરિકેટ આડા કરતા ગાડી ચાલકે બેરીકેટ ને ગાડી અથડાવી હાલોલ તરફ ભગાડતા જાંબુઘોડા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ગાડીના ચાલકે શિવરાજ પુર નજીક પણ બેરીકેટ ને અથડાવી ધનકુવા વડાતળાવ બાયપાસ ટીંબી ત્રણ રસ્તા થઇ હાલોલ તરફ જઈ પાવાગઢ રોડ પર બજારમાં જઇ પોતાની ગાડી મૂકી આરોપીઓ ભાગવા જતા આરોપીઓને પકડી પાડી ગાડીમા ચેક કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેની કીમત 1,75,680 રૂ.નો જથ્થો મળી આવતા પોલીસે રૂ.2 લાખની ટ્રાઈબર કાર તેમજ 4 નંગ મોબાઈલ જેની કીમત 15,500 સહીત કુલ 3,91,180/- નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓ જેમાં આનંદ બાબાસાહેબ જાદવ રહે.પટેલ ચોક, પેન્શન પૂરા,નિઝામપુરા વડોદરા તેમજ મેહુલભાઈ છોટુભાઈ માળી રહે.જગદમ્બા ચોક નવી ધરતી નગર, ગોલવાડ વડોદરા શહેર નાઓને પોલીસે ઝડપી તેઓની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જોકે એક તબક્કે દારૂ ભરેલી કારની પાછળ પીછો કરી રહેલા પોલીસ ને જોઈ હાલોલ નગરના પાવાગઢ રોડ પર ફિલ્મી દ્ર્શ્યો સર્જાયા હતા અને પોલીસે કાર ઝડપી પાડતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

Back to top button
error: Content is protected !!