કાલોલ નગરપાલીકા દ્વારા ધારાસભ્ય ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે નગરમાં રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૩/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા દ્વારા ધોડા ગ્રાઉન્ડ ખાતે મહાકાળી મંદિર પાસે ગતરોજ મોડી સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રાવણ દહન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જ્યાં નગરપાલીકા ખાતે થી ભવ્ય રેલી કાઢી જેમાં કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, પાલીકાના કારોબારી અધ્યક્ષ જોશનાબેન બેલદાર,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર, કાલોલ શહેર ભાજપના હોદ્દેદારો સાથે પાલીકા ના માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય અને ગોપાલભાઈ પંચાલ, માજી ઉપપ્રમુખ તુષારભાઇ શાહ અને તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના યુવકો પરંપરાગત રીતે સાફા પહેરીને હાજર રહ્યા હતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અને નગરપાલીકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા એ પ્રસંગોચિત ઉદબોધન કરી નગરજનો ને વિજયા દશમી ની શુભેછા પાઠવી મોટી સંખ્યામાં હાજર નગરજનો એ ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ નિહાળ્યો હતો.કોઇ પણ આકસ્મિક દુર્ઘટના ટાળવા માટે કાલોલ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે હાજર હતી.સમગ્ર રૂટ પર અને રાવણ દહન સ્થળે કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.