GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા પડેલા ખાડા! કાલોલ નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાનું કામ શરૂ કરાયુ.

તારીખ ૧૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં તકલાદી કામને કારણે તેમજ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યાં છે અને નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ખાડા પૂરવા તથા ખાડા બાબતે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવવા પણ એપ બહાર પાડી છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા મેન બજાર, કોલેજ વિસ્તારમાં, કસ્બા વિસ્તાર બસસ્ટેશન તેમજ પ્રસૂતિ ગૃહ વિસ્તારમા પડેલા ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.





