કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી દ્વારા સૈન્યમાંથી ૧૧ અને વનવિભાગના ૪ તાલીમાર્થીઓ નુ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું.

તારીખ ૦૬/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડેમીમાંથી તાલીમ પામેલા ૧૧ સૈન્ય અને ૪ વનવિભાગના તાલીમાર્થીઓએ કઠિન ટ્રેનિંગને સફળતાપૂર્વક પાર કરીને આપણા પ્રદેશ સાથે કાલોલ એકેડેમીનું નામ તેજસ્વી બનાવ્યું છે. આ સિદ્ધિને ઉજવવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને કાલોલ શામળદેવી ચોકડી પાસે શીશુ મંદિર શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
સમારોહમાં તાલીમાર્થીઓને તેમની શિસ્ત, ધૈર્ય અને સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમીના સભ્યો તેમજ તાલીમાર્થી આર્મી જવાનઓની સાથે હાલની ભારત સરકાર ની પ્રશંસા કરી અને કહ્યું કે, “આ સિદ્ધિ આપણા દેશ તેમજ પ્રદેશ માટે ગૌરવની વાત છે. આ તાલીમાર્થીઓ દેશની સેવા માટે તૈયાર છે અને તેમની કાબેલિયત પર આપણને ગર્વ છે. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા તાલીમાર્થીઓને ફુલહાર કરી સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ, કાલોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, તાલુકા ભાજપ પુર્વ મહામંત્રી કિરણસિંહ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ અજયસિંહ ચૌહાણ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર,કાલોલ તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઇ પરમાર અને કિરણસિંહ પરમાર સહિત આજુબાજુ ગામના સરપંચ અને આર્મી જવાનોના પરિવારજનો અને એકેડેમીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સિદ્ધિ સાથે, તાલીમાર્થીઓને આગળ પણ દેશની સેવા કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ભવ્ય સન્માન સમારોહમાં હાજર રહેલા મહાનુભાવોએ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન રઘુનાથસિંહ પરમાર દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.






