કાલોલ પોલીસે દેલોલ નજીક હાઇવે ઉપર બોલેરો કારમાં લઈ જવાતો બિયરના જથ્થા સાથે એક ની અટકાયત કરી

તારીખ ૧૮/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોહરમ નિમિત્તે બુધવારે સાંજે પેટ્રોલિંગમાં હતો ત્યારે સિનિયર પી.એસ.આઇ સી.બી.બરંડા ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે સફેદ કલરની બોલેરો જીજે-૧૮-બીએસ-૬૧૩૮ માં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા થી હાલોલ તરફ જનાર છે જે આધારે પોલીસે પંચો રૂબરૂ દેલોલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બોલેરો આવતા પોલીસે રોકવાનો ઈસારો કરતા બોલેરો કાર ચાલકે કાલોલ તરફ બોલેરો ભગાવી મૂકી હતી પોલીસે ખાનગી વાહનમાં બોલેરો નો પીછો કરતા બોલેરો ચાલાકે દેલોલ થી આગળ હાઇવે ની બાજુમાં ખુલ્લી જગ્યામાં બોલેરો મૂકી બોલેરો માંથી બે ઈસમો નાસવા લાગ્યા હતા.પોલીસે દોડીને એક ઈસમને ઝડપી પાડ્યો હતો જેનું નામ જીતેન્દ્રભાઈ રાજેશભાઈ છારેલ રે.બાલવાસા,નાવી ફળિયુ ખાંદલા જીલ્લો જાબુઆ તથા તેની સાથેનો નાસી જનાર ઈસમ મુકેશકુમાર રમસુભાઈ ડામોર રહે. ભઠ્ઠા જિલ્લો જાંબુઆ તા.ખાંદલા જે પોતે બોલેરો ચાલક હોવાનું જણાવેલ પોલીસે બોલેરો કારની તપાસ કરતા પાછળ ની સીટ ના ભાગમાં લાલ કલરના પૂઠાના ૧૫ બોક્સ મળી આવેલા એક બોક્સમાંથી ૫૦૦ એમએલના માઉન્ટ ૬૦૦૦ બ્રાન્ડના ૨૪ નંગ બિયર લેખે ૧૫ બોક્ષ ના કુલ ૩૬૦ બિયરના ટીન જેની કિંમત રૂ ૩૯,૬૦૦/ તથા બોલેરો રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૩૯,૬૦૦/ નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઈસમો સામે કાલોલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એલ.એ.પરમારે હાથ ધરી છે.






